Aapnu Gujarat
ગુજરાત

કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક ૧૨ માર્ચે ગુજરાતમાં યોજાશે

ગુજરાતમાં પુલવામા હુમલાના બદલો લેવા પાક અધિકૃત કાશ્મીરમાં એરફોર્સે એર સ્ટ્રાઈક કરી હતી. જેને પગલે પાકિસ્તાનના ફાઈટર પ્લેન ભારત ઘૂસતા તેનો પીછો કરતાં વિંગ કમાન્ડર અભિનંદનનું મિગ વિમાન તૂટી પડતા પાક આર્મીના હાથે પકડાઈ ગયા હતા. દેશની તત્કાલન સ્થિતિને પગલે સરહદી રાજ્ય ગુજરાતમાં ૨૮ ફેબ્રુઆરીએ યોજાનારી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મુલત્વી રખાઈ હતી. સ્થિતિ સામાન્ય થતાં કોંગ્રેસ આ બેઠક અમદાવાદમાં ૧૨ માર્ચે યોજશે. શાહીબાગ સ્થિત સરદાર પટેલ મેમોરિયલ ખાતે તે યોજાશે.૨૮મી ફેબ્રુઆરીએ અડાલજના ત્રિમંદિર ખાતે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાવાની હતી. ગુજરાત કોંગ્રેસે તૈયારીઓ પણ પૂર્ણ કરી દીધી હતી. પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં કોંગ્રેસના હોદ્દેદારોની બેઠક બાદ ગાંધી પરિવારના ગુજરાત પ્રવાસ, વર્કિંગ કમિટીની બેઠક અને અડાલજની જનસભા તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો. આશરે ૩ લાખ લોકોની જનસભા યોજવા કોંગ્રેસે આયોજન કર્યું હતું.૫૧મી કોંગ્રેસ કારોબારી બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, મલ્લિકાર્જુન ખડગે, ગુલાબ નબી આઝાદ અને પ્રિયંકા ગાંધી સહિત અન્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ હાજર રહેશે. મહત્વનું છે કે ગુજરાત ૬૦ વર્ષ બાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાવાની છે.કાર્યકારિણી ઉપરાંત અહીં રેલી પણ યોજાશે. આ રેલી ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી હશે તેવો કોંગ્રેસે દાવો કર્યો છે અને આ પહેલી વાર હશે. જ્યારે ગુજરાતના લોકો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના એક જ સ્થળે ઉપસ્થિત હોવાના સાક્ષી બનશે.

Related posts

ગુજરાતમાં શિયાળાની વિદાય સાથે જ જળસંકટ : પાંચ મોટા ડેમમાં પાણી નથી

aapnugujarat

ગુજરાત રાજકારણમાં હડકંપ : પ્રશાંત કિશોરની કોંગ્રેસમાં એન્ટ્રી

editor

રાજ્યમાં તમામ અભ્યારણમાં પ્લાસ્ટિક લઇ જવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1