Aapnu Gujarat
ગુજરાત

માન.વડાપ્રધાનશ્રીના કંડલા પોર્ટ પરના કાર્યક્રમ અંગે સમીક્ષા કરતા કેન્દ્રીય શીપીંગ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા

આગામી તા.૨૨ મી, મે ૨૦૧૭ના રોજ દેશના લોકલાડીલા વડાપ્રધાનશ્રી કંડલા પોર્ટ ખાતે ઉપસ્થિત રહી, કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ /ખાતમૂર્હૂત કરવાના છે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારી તથા કાર્યક્રમની રૂપરેખાની સમીક્ષા કરવા ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા (રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ) કંડલા આવેલ હતા. કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ અંગે કરેલ તૈયારી સ્થળ પર નિહાળેલ હતી.

માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી કંડલા ખાતે ઉપસ્થિત રહી કંડલા પોર્ટ ટ્રસ્ટના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ/ખાતમૂર્હુત કરવાનાં છે. તેમાં ‘‘બાબાસાહેબ આંબેડકર કન્વેશન સેન્ટર’’ રૂા.૧૫.૨૬ કરોડના ખર્ચે, ૧૪ મી કાર્ગો બર્થનું નિર્માણ રૂા.૨૫૩ કરોડ કરોડના ખર્ચે, ૧૬ મી કાર્ગો બર્થનું નિર્માણ રૂા.૨૭૮ કરોડ કરોડના ખર્ચે, કચ્છ સાલ જંકશન પર રેલ્વે બ્રીજ રૂા.૨૩૩ કરોડના ખર્ચે, ૨ મોબાઇલ હાર્બર ક્રેન રૂા.૯૪ કરોડના ખર્ચે, કંડલા પોર્ટ પર ખાતરના હેન્ડલીંગનું મીકેનીક વર્ક રૂા.૧૨૨ કરોડના ખર્ચે નિર્માણ કરવા ખાતમૂર્હત કરવામાં આવશે. આમ કુલ રૂા.૯૯૬ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ/ખાતમૂર્હુત હાથ ધરવામાં આવશે.

આ કાર્યક્રમ સુચારૂ રીતે પાર પડે તે માટે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ સમીક્ષા કરેલ હતી.

Related posts

60 વર્ષથી વધુ વયની વ્યક્તિઓને કોરોના રસી આપવાનો થયો પ્રારંભ

editor

રૂપાણીનું રાજીનામું લઇ લેવાયું છે, દસ દિવસમાં નવા સીએમ : હાર્દિક પટેલનું વિવાદાસ્પદ નિવેદન

aapnugujarat

સુરેન્દ્રનગર ખાતે ભાજપાના વિજય સંકલ્પ સંમેલનમાં હજારો કાર્યકરોએ ભવ્ય વિજયના સંકલ્પ લીધા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1