વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી એનડીએ સરકારના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન દેશના વિદેશી મુદ્રા ભંડારમાં લગભગ ૬૩ અબજ ડોલરનો વધારો થયો છે. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની આગેવાનીવાળી યુપીએ સરકારની પહેલી ટર્મના ૫ વર્ષના કાર્યકાળમાં ફોરેક્સ રિઝર્વમાં ૫૨ અબજ ડોલરનો વધારો થયો હતો.
એક્સિસ બેંકના ચીફ ઈકોનોમિસ્ટ સૌગત ભટ્ટાચાર્યે જણાવ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી ૨૦૧૪ની શરૂઆતમાં પ્રાપ્ત કરવામાં આવેલો ફોરેક્સ રિઝર્વ મોટો ફોરેને કેપિટલ ઈનફ્લો, ખાસ કરીને ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ પ્રમાણે છે. આનાથી રોકાણ માટે એક આકર્ષક સ્થાન તરીકે ભારતના દરજ્જાની જાણકારી પણ મળે છે. મોદી સરકારના કાર્યભાર સંભાળ્યા બાદથી દેશને વિક્રમજનક એફડીઆઈ પ્રાપ્ત થઈ છે. ગત ત્રણ વર્ષોમાં નેટ એફડીઆઈ ઈનફ્લો લગભગ ૧૦૦ ડોલરનો રહ્યો છે.
અર્થશાત્રીઓનું કહેવું છે કે આમ થવા પાછળ દેશના મેક્રો ઈકોનોમિક પેરામીટર્સમાં સુધારો એક મોટું કારણ છે. ફોરેક્સ રિઝર્વમાં વધારો થવાથી આરબીઆઈ માટે તેના મેનેજમેન્ટને લઈને પડકાર પેદા થયો છે.
ગત વર્ષ નવેમ્બરમાં ડિમોનેટાઈઝેશન બાદ લગભગ ૧.૧ લાખ કરોડ રૂપિયાને લિક્વિડિટીમાં બદલવામાં આવ્યા હતા. તેનાથી દેશમાં લિક્વિડિટી વધી હતી. ફોરેન એક્સચેન્જમાં વધારાથી લિક્વિડિટીમાં વધારો થયો છે.
આરબીઆઈને ડોલરના મુકાબલે રૂપિયાને એક યોગ્ય સ્તર પર રાખવા માટે કુલ લિક્વિડિટીને જાળવવાની હોય છે.
દેશમાં લિક્વિડિટી વધારે હોય તો આરબીઆઈ ઘણાં ઈન્સ્ટ્રુમેન્ટ્સના ઉપયોગથી તેને મેનેજ કરે છે. તેમા સ્પોટ, ફોરવર્ડ અને ફ્યૂચર્સ સામેલ હોય છે. ગ્લોબલ પોલિસી કડક હોવાને કારણે ફોરેન ઈનફ્લોમાં કંઈક ઘટાડો થઈ શકે છે. પરંતુ વધારે ઈકોનોમિક રિટર્નની સંભાવનાને કારણે ફોરેન ઈન્વેસ્ટર્સની ભારતમાં દિલચશ્પી જળવાઈ રહેશે અને લિક્વિડિટીને મેનેજ કરવા માટે વધારાના ઉપાયોની જરૂર પડશે.