Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગર સરિતા ગાર્ડન બહાર યુવક અને યુવતી નશાની સ્થિતિમાં ઝડપાયા

પ્રેમીપંખીડાંઓ માટે જાણીતા એવા ગાંધીનગરના સરિતા ગાર્ડનની બહાર પાર્કિંગમાં કાર પાર્ક કરીને અમદાવાદના યુવક અને યુવતી દારૂ પી જોરજોરથી કારમાં મ્યુઝિક વગાડતાં હતાં. આ અંગે ઇન્ફોસિટી પોલીસને મેસેજ મળતા પોલીસે બંનેને નશાની હાલતમાં ઝડપીને પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતી યુવક યુવતીઓ ઝડપાઈ ગયા હતા. પોતાની સિટી હોન્ડા કાર લઇને ગાંધીનગરના સરિતા ગાર્ડનમાં ફરવા માટે આવ્યાં હતાં. ગાર્ડનની બહાર જ કાર પાર્ક કરીને કારમાં દારૂની પાર્ટી શરૂ કરી હતી. કાર પાર્ક કરીને યુવક અને યુવતી દારૂની મોજ માણતાં હતાં ત્યારે પકડી પડાયા હતા.

Related posts

સ્નેહા ફાઉન્ડેશન દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો

editor

कर्णावती क्लब के पास बीआरटीएस बस में आग लगी

aapnugujarat

अब भद्र प्लाजा को नया स्वरुप देने तंत्र का एक ओर अभियान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1