Aapnu Gujarat
રમતગમત

મેક્સિકોને હરાવી બ્રાઝિલ ક્વાર્ટર ફાઇનલમાં

ફીફા વર્લ્ડ કપમાં રાઉન્ડ-૧૬ની મેચમાં પાંચ વખતના ચેમ્પિયન બ્રાઝિલે મેક્સિકો પર ૨-૦થી જીત મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં આગેકુચ કરી હતી. બ્રાઝિલ તરફથી પ્રી ક્વાર્ટર ફાઇનલ મેચમાં સ્ટાર ફુટબોલર નેમારે ગોલ કર્યો હતો. આ ઉપરાં રોબર્ટો દ્વારા પણ ગોલ કરવામાં આવ્યો હતો. હવે શક્તિશાળી ટીમો બહાર થઇ ગઇ હોવાથી બ્રાઝિલની ટીમ ફેવરીટ દેખાઇ રહી છે. સમારા ખાતે મોટી સંખ્યામાં ચાહકો હાજર રહ્યા હતા. બ્રાઝિલની ટીમ હવે શક્તિશાળી તરીકે ઉભરી રહી છે. નેમારે ૫૧મી મિનિટમાં અને રોબર્ટોએ ત્યારબાદ ગોલ કરીને મેક્સિકોની વાપસીની આશા પર પાણી ફેરવી દીધુ હતુ. આ વખતે વર્લ્ડ કપમાં મોટી ટીમોની ખરાબ હાલત થઇ છે. સૌથી પહેલા વર્તમાન ચેમ્પિયન જર્મની અને હવે આર્જેન્ટિના, પોર્ટુગલ અને સ્પેનની ટીમ પણ વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગઇ છે. એકમાત્ર બ્રાઝિલની ટીમ હવે મેદાનમાં રહી છે. જ્યારે ફ્રાન્સની ટીમ પણ સ્પર્ધામાં છે. આવી સ્થિતીમાં હવે આ બે ટીમો પર દાવ વધારે છે. જો કે રશિયાના ફોર્મને જોતા તેની ટીમ પણ હવે દાવેદારોમાં સામેલ થઇ ગઇછે. લિયોનેલ મેસ્સી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો ફ્લોપ શો રહ્યો છે. આ બંને ખેલાડી આગામી વર્લ્ડ કપમાં રમશે કે કેમ તેને લઇને હવે પ્રશ્નો થઇ રહ્યા છે. મોટા ભાગના ફુટબોલ પંડિતો માની રહ્યા છે કે બન્ને હવે આગામી વર્લ્ડ કપમાં નજરે પડશે નહી. હવે સ્પેનના એન્ડ્રેસ ઇનેસ્ટાએ પણ આંતરરાષ્ટ્રીય ફુટબોલમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દેતા ફુટબોલ ચાહકોમાં નિરાશા ફેલાઈ ગઈ હતી. છેલ્લા ઘણા વર્ષોથી સ્ટાર ફુટબોલર તરીકે રહેલા અને ગઇકાલે રમાયેલી રશિયા સામેની મેચમાં પણ જોરદાર દેખાવ કરનાર ઇનેસ્ટા સ્પેનની હાર થયા બાદ નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી હતી.

Related posts

अनुभव बाजार में बेचा या खरीदा नहीं जा सकता : रवि शास्त्री

aapnugujarat

भारतीय क्रिकेट टीम की जर्सी पर जल्द ही ओप्पो की जगह लेगा बायजूस

aapnugujarat

धवन ने शुरू की आउटडोर प्रैक्टिस

editor

Leave a Comment

UA-96247877-1