Aapnu Gujarat
મનોરંજન

ધુમ-૪ ફિલ્મમાં સલમાન દેખાશે

સલમાન ખાન બોલિવુડમાં સૌથી મોટા સ્ટાર તરીકે ઉભરી આવ્યો છે. તેની પાસે તમામ મોટા પ્રોજેક્ટ હાથમાં આવી રહ્યા છે. રેસ-૩ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી લીધા બાદ તે હાલમાં ભારત નામની પોતાની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. ત્યારબાદ દબંગ-૩ ફિલ્મમાં પણ કામ કરનાર છે. હવે એવા હેવાલ પણ આવી રહ્યા છે કે સલમાન ખાનને ધુમ-૪ ફિલ્મ હાથ લાગી છે. ધુમ-૪ ફિલ્મમાં તેને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફિલ્મ ૨૦૧૯માં ફ્લોર પર જનાર છે. ધુમ-૪ ફિલ્મ માટે પ્રથમ પોસ્ટર તૈયાર કરી લેવામાં આવ્યો હોવાના હેવાલ મળ્યા છે. રિપોર્ટ મુજ ફિલ્મમાં સલમાન ખાનના લાંબા વાળ રહેશે. ચહેરા પર એક નિશાન પણ રહેશે. જો કે સલમાન ખાન કોઇ નેગેટિવ રોલ કરનાર નથી. ફિલ્મમાં સલમાન ખાન ધુમ-૨માં રિતિક રોશન અને ધુમ-૩મ૩ં આમિર ખાન જેવી ભૂમિકા અદા કરનાર છે. જો કે હજુ સુધી યશરાજ ફિલ્મ્સ તરફથી ધુમ-૪ ફિલ્મને લઇને કોઇ જાહેરાત કરવામાં આવી નથી. ફિલ્મના શુટિંગને લઇને ફેલાયેલી અફવા વચ્ચે હવેલામાં દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મનુ શુટિંગ વહેલી તકે શરૂ કરવામાં આવનાર છે. ધુમ-૪ ફિલ્મનુ શુટિંગ હવે ટુંક સમયમાં જ શરૂ કરવામાં આવનાર છે. પેપર વર્કની કામગીરી ચાલી રહી છે. તમામ કામગીરી પૂર્ણ કરી લીધા બાદ આદિત્ય દ્વારા આ સંબંધમાં જાહેરાત કરવામાં આવનાર છે. અઢી વર્ષના ગાળા બાદ આ ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે. આદિત્ય ચોપડા અને સલમાન ખાન વચ્ચે ડીલ થઇ ચુકી છે. ફિલ્મ ૨૦૨૦માં રજૂ કરાશે. ફિલ્મમાં સલમાનની સાથે રણવીર સિંહ રહેશે.
હાલમાં લોકપ્રિય બંને પ્રથમ વખત એક સાથે નજર પડનાર છે. હાલમાં રણવીર સિંહ સિમ્બાને લઇને વ્યસ્ત છે. તેની પાસે ગુલ્લી બોય નામની પણ ફિલ્મ છે. સલમાન ભારત અને દંગ-૩ ફિલ્મને લઇને વ્યસ્ત બનેલો છે. બન્ને પાસે અનેક પ્રોજેક્ટ હાલમાં રહેલા છે.

Related posts

કંગના રનૌત થઈ ભાવુક

editor

ऋतिक जितने अच्छे एक्टर हैं उतने ही अच्छे इंसान भी है” : वाणी कपूर

aapnugujarat

બાટલા હાઉસ ફિલ્મમાં કામ કરવા જોન માન્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1