Aapnu Gujarat
મનોરંજન

બાટલા હાઉસ ફિલ્મમાં કામ કરવા જોન માન્યો

સત્યમેવ જયતે ફિલ્મમાં કામ કર્યા બાદ જહોન અબ્રાહમની બોલબાલા ફરી એકવાર વધી ગઇ છે. તેની પાસે નવી નવી ફિલ્મની ઓફર આવી રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ જહોન હવે વધુ એક મોટી ફિલ્મ બાટલા હાઉસ કરવા જઇ રહ્યો છે. આ ફિલ્મનુ શુટિંગ નવેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવનાર છે. તાજેતરમાં જ મનોજ વાજપેયીએ આગામી ફિલ્મ ગલિ ગુલિયાની સ્પેશિયલ સ્કેનિંગમાં જહોન અબ્રાહમ મિડિયાની સમક્ષ હાજર રહ્યો હતો. એ વખતે જહોને કહ્યુ હતુ કે તે નવી ફિલ્મ કરવા જઇ રહ્યો છે. તેની નવી ફિલ્મ હવે બાટલા હાઉસ છે. પહેલી નવેમ્બરથી આ ફિલ્મનુ શુટિંગ ચાલનાર છે. સતત શુટિંગ કરવામાં આવ્યા બાદ પાંચમી જાન્યુઆરી સુધી શુટિંગ કરવામાં આવનાર છે. તેનુ શુટિંગ જ્યાં સુધી પૂર્ણ કરવામાં ન આવે ત્યાં સુધી શુટિંગ કરવામાં આવનાર છે. તે આગામી વર્ષે ૧૫મી ઓગષ્ટના દિવસે ફિલ્મને રજૂ કરવા માટેની તૈયારી કરી રહ્યા છે. આ તમામ બાબતો યોજનાપૂર્વક આગળ વધી રહી છે. ફિલ્મને લઇને વધારે શોધની જરૂર દેખાઇ રહી છે. જહોન અબ્રાહમે રો, પરમાણુ અને મદ્રાસ કાફે જેવી ફિલ્મ કરી છઠે. વર્કશોપ આ તમામ ફિલ્મમો માટે કરવામાં આવ્યા બાદ શુટિંગ કરવામાં આવ્યુ હતુ. તેનુ કહેવુ છે કે વર્કશોપ ભૂમિકામાં નવા પ્રાણ ફુંકી દેવામાં મદદ કરે છે. ફિલ્મનુ શુટિંગ દિલ્હી, મુંબઇ, જયપુર અને નેપાળમાં હાથ ધરવામાં આવનાર છે. ફિલ્મના શુટિંગને પૂર્ણ કરવામાં આવ્યા બાદ બાકીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. ફિલ્મમાં જહોન સાથે અભિનેત્રી કોણ રહેશે તે અંગે હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. જહોનની સત્યમેવ જયતે ફિલ્મમાં જહોનની ભૂમિકાની પ્રશંસા કરવામાં આવી હતી. બાટલા હાઉસ ફિલ્મ પણ એક્શનથી ભરપુર ફિલ્મ તૈયાર કરવામાં આવનાર છે.

Related posts

अंग्रेजी मीडियम में सारा को लेना चाहते थे दिनेश

aapnugujarat

અભિનેત્રી પૂજા ગાંધી હોટલનું ૪.૫ લાખ રૂપિયાનું બિલ ચુકવ્યા વગર જ છૂમંતર

aapnugujarat

હોલિવુડ ફિલ્મ કરવા હુમા ઇચ્છુક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1