Aapnu Gujarat
Uncategorized

વેરાવળ ખડખડના રહેવાસીઓ નર્કાગારમાં”

વરસાદ રહી ગયાને ઘણા દિવસો વિત્યા છતાં હજું લોકો આ નર્કાગારમાં રહેવા મજબુર છે કેમ કે ગટરો ના પાણી કોઈ ના કોઈ કારણસર રસ્તા પર આવી જાય છે.

વર્ષો જુની એની એજ ગટરો ને તેની ઉપર બેરોકટોક દબાણો આ બધું નરી આંખે પ્રજા ને દેખાય છે પણ જનપ્રતિનીધીઓ ને આ પ્રજાની સમસ્યા દેખાતી નથી ને દેખાય છે તો નિરાકરણ કેમ કાઢતા નથી? આવા પ્રશ્ર્નો લોક મુખે ચર્ચાઈ રહ્યા છે!
વેરાવળ ગીર સોમનાથ જીલ્લા નું વડુ મથક છે ને ગીર સોમનાથ જીલ્લો બની ગયો એને પણ પાંચ વર્ષ પુરા થશે પણ વેરાવળ વાસીઓ ની સમસ્યા ઠેર ની ઠેર કેમ???
પ્રજાની નિશ્ર્ક્રીયતા કે શાસન ની ઉપણ???
વિધાનસભાની ચૂંટણી ગઈ હવે લોકસભાની ચૂંટણી આવનાર છે ત્યારે પક્ષ કે વિપક્ષ ફરી હાથ જોડી વિનંતી કરી મત માંગવા આવશે છતાં કોઈ તેમને સન્માન થી બેસાડી ચા પાણી ઠંડુ પાઈ ને સમસ્યા વિશે બે શબ્દો કહેશે નહીં ને સાહેબ સાહેબ કરી મીઠી મારી પોતાના કામો કઢાવવા કોશિષ કરશે પણ જનહિત ની સમસ્યાઓ ને દુષણો વિશે વાત નહીં કરે પછી આ જનપ્રતિનીધીઓ પર દોષના ટોપલા ઠલવવા નો મતલબ શું???
પક્ષ – વિપક્ષ ને વાદ વિવાદ ને ગંદી રાજનીતિ છોડી જનતાએ સ્વએ વેરાવળ નું હીત વિચારવું પડશે બાકી સરકારો બદલશે મહોરા બદલશે ને સરકારના ચિંહનો બદલશે ને સમસ્યા ને દુષણો તો ઠેર ના ઠેર રહેશે! “ખાતો નથી ખાવા દેતો નથી” સુત્ર કાંતો વિસરાયા ગયું છે કાંતો ભુલાઈ ગયું છે ને કાંતો ખવાઈ ગયું છે
#એક #નંમ્ર #વિનંતી : વેરાવળ વાસીઓ #મારી #એક #વિનંતી #છે #કે #સૌ #સાથે #મળીને #વેરાવળ ના નાગરીક બની #વેરાવળ #ના #હિતમાં #એકવાર સ્વયંભુ બંધ પાડવાની #જરૂર #છે તમામ લારી ગલ્લા થી લઈને તમામ ધંધાર્થીઓ જો એક – બે દિવસ સ્વયંભુ બંધ પાળે ને આ માટે કોઈ પક્ષ કે વિપક્ષ વગર દરેક એસોસિયેશન સમય નક્કી કરી તારીખ ને દિવસ ની જાહેરાત કરે તો કદાચ સરકાર ની આંખ ખુલશે ને વેરાવળ ના પ્રશ્ર્નો કેન્દ્ર સરકાર સુધી સરળતાથી પહોંચશે!

તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગણતંત્રપર્વની કરવામાં આવી ઉજવણી

editor

વેરાવળ ખારવાડમાંથી ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો

aapnugujarat

શ્રીરામાનંદાચાર્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશેષ આરતીનું આયોજન કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1