Aapnu Gujarat
મનોરંજન

દિશા પટણી સાઉથની ફિલ્મોમાં કામ કરવા તૈયાર

અભિનેત્રી દિશા પટણી લ્વિર સ્ક્રીન પર સંઘમિત્રાની નવી ભૂમિકા અદા કરનાર છે. દિશાને સાઉથની મેગા બજેટની ફિલ્મ હાથ લાગી ગઇ છે. ફિલ્મ સંઘમિત્રા માટે તેની પસંદગી કરવામાં આવી છે. આ ફિલ્મની સાથે તે દક્ષિણ ભારતની ફિલ્મમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. પહેલા આ ફિલ્મ જુલાઇમાં ફ્લોર પર જનાર હતી પરંતુ હવે ફિલ્મનુ શુટિંગ એક મહિના આગળ વધારી દેવામાં આવ્યુ છે. ફિલ્મમાં દિશા પાટની સંઘમિત્રાની ભૂમિકામાં નજરે પડનાર છે. સુંદર સીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મની પટકથા યોદ્ધા રાજકુમારીની છે. તેલુગુમાં બની રહેલી આ ફિલ્મનું બજેટ ૩૫૦ કરોડ રૂપિયા રાખવામાં આવ્યુ છે. દિશાએ આ ફિલ્મ પહેલા જ સ્વીકારી ચુકી છે. જો કેફિલ્મના નિર્માણને લઇને ચોક્કસ ચર્ચા જોવા મળી હતી. આ ફિલ્મને એસ એસ રાજમૌલીની બાહુબલીની જેમ જ બનાવવામાં આવનાર છે. સંગામિત્રા પણ બે ભાગમાં રજૂ કરવામાં આવનાર છે. ૮મી સદીની આ મહિલા યોદ્ધાની પટકથા તમામ ચાહકોને ગમી જાય તેવી શક્યતા છે. ફિલ્મમાં સાઉથ સુપરસ્ટાર જાયમ રવિ અને આર્યનની પણ ભૂમિકા રહેશે. દિશાને ટાઇગરની બાગી-૨ ફિલ્મની સફળતા બાદ કેટલીક નવી ફિલ્મો મળી ગઇ છે. જેમાં સલમાન ખાનની સાથેની ફિલ્મ ભારતનો સમાવેશ થાય છે જેમાં તે પ્રિયંકા ચોપડા પણ કામ કરનાર છે.
સલમાન ખાન જેવા સુપરસ્ટાર સાથે ફિલ્મ મળતા તે ભારે ખુશ દેખાઇ રહી છે. દિશા સોશિયલ મિડિયા પર વારંવાર સેક્સી અને બોલ્ડ ફોટોના કારણે પણ ચર્ચામાં રહી છે. તેના કેટલાક પુરૂષોની સાથે સંબંધના કારણે પણ જાણીતી છે. દિશા પટણી બોલિવુડમાં પોતાની ફિલ્મને લઇને ખુશ છે. દિશા કેટલીક અન્ય ફિલ્મોમાં કામ કરી રહી છે. સલમાન ખાની પોતાની ફિલ્મમાં તેની ભૂમિકા કેવી રહેશે તે અંગે હજુ સુધી દિશા દ્વારા કોઇ વાત કરવામાં આવી નથી. ફિલ્મ મોટા બજેટની ફિલ્મ સાબિત થનાર છે.

Related posts

सुशांत की बहन मीतू के खिलाफ रिया चक्रवर्ती का केस बॉम्बे हाईकोर्ट ने रद्द किया

editor

મારે ટીનેજર્સ સુધી પહોંચવું છે : ઐશ્વર્યા

aapnugujarat

સેક્સી સ્ટાર સની લિયોન હજુ સૌથી લોકપ્રિય હસ્તી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1