Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

જાપાન : ૬-૧ની તીવ્રતા સાથે પ્રચંડ ભૂકંપ, ૩નાં મોત

જાપાનના પશ્ચિમી શહેર ઓસાકામાં આવેલા પ્રચંડ ધરતીકંપમાં ભારે નુકસાન થયુ છે. ધરતીકંપના કારણે નવ વર્ષીય માસુમ બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ઓસાકા શહેરમાં પ્રચંડ આચકા બાદ ટ્રેન સેવાને રોકી દેવામાં આવી હતી. ઘાયલ થયેલા લોકોની સંખ્યા ૨૧૪થી પણ વધુ આંકવામાં આવી છે. જાપાની શહેર ઓસાકામાં વ્યસ્ત કલાક દરમિયાન પ્રચંડ આંચકો આવ્યો હતો. ઘાયલ થયેલા સેંકડો લોકો પૈકી અનેકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. જાપાનના મુખ્ય હોન્સુદ્વિપ ઉપર સ્થિત ઓસાકામાં સ્થાનિક સમય મુજબ સવારે આઠ વાગે આંચકો આવ્યો હતો. જાપાની ભૂકંપ સંસ્થાના કહેવા મુજબ તીવ્રતા ૫.૯ હતી. જ્યારે અમેરિકી ભૂકંપ સંસ્થાએ આંચકાની તીવ્રતા ૬.૧ જેટલી આંકી હતી. ઓસામામાં ભૂકંપ બાદ રસ્તાઓ તુટી ગયા હતા. રસ્તા પર ક્રેક પડવાના લીધે પાણીનો પ્રવાહ બહાર આવવા લાગ્યો હતો. ઘાયલ થયેલા લોકોમાં મોટાભાગના લોકો દક્ષિણી હોન્સુ દ્વિપના જાણવા મળ્યા છે. ઓસાકામાં ચારેબાજુ કાટમાળ જોવા મળ્યો હતો. મુખ્ય સેન્ટરથી ૭૦૦થી પણ વધુ લોકોને ખસેડવામાં આવ્યા હતા. ઓસાકામાં અનેક ટ્રેનોને બંધ કરવામાં આવી હતી. યાત્રીઓને રેલ રોડ ટ્રેક ઉપર જવાની ફરજ પડી હતી. બીજી બાજુ કાન્સાઈ વિમાની મથકે ૮૨ ફ્લાઇટો રદ કરવામાં આવી હતી. જો કે, વિમાની મથક ઉપર કોઇ નુકસાન થયું નથી. ભૂકંપ બાદ ઉત્તરીય ઓસાકામાં પાણી અને વિજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ૧૭૦૦૦૦ ઘરોમાં વિજ પુરવઠો કાપી દેવામાં આવ્યો હતો. ઘણા વિસ્તારોમાં આગ પણ ફાટી નિકળી હતી. જાપાનના પાટનગર ટોકિયમાં પણ ટ્રેન સેવાને થોડાક સમય માટે રોકી દેવામાં આવી હતી. ધરતીકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૧ જેટલી આંકવામાં આવી છે. ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાકને ગંભીર ઇજા સાથે હોસ્પિટલમાં છે. જેથી મોતનો આંકડો વધી શકે છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. ધરતીકંપના કારણે અનેક ઇમારતોને નુકસાન થયુ છે. કેટલીક જગ્યાએ દિવાલો તુટી પડી છે. કેટલીક ઇમારતોમાં આગ પણ લાગી ગઇ હતી. સમાચાર સંસ્થાના કહેવા મુજબ ઓસાકાના ઉત્તરમાં સ્થિત સ્વીમીગ પુલ સંકુળમાં દિવાળ ધરાશાયી થતા બાળકીનુ મોત થયુ હતુ. જાપાન વિશ્વમાં સૌથી વધારે ધરતીકંપ પ્રભાવિત ક્ષેત્ર તરીકે છે. વારંવાર ત્યાં ધરતીકંપના આંચકા આવતા રહે છે.
નવેસરના આંચકા બાદ સુનામી માટે કોઇ ચેતવણી જારી કરવામાં આવી નથી. પરંતુ સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા હતા. ચકાસણી કામગીરી હાથ ધરવામા ંઆવી છે.

Related posts

जकार्ता में बाढ़ के कारण 16 लोगों की मौत

aapnugujarat

पाकिस्तान को चीन से मिली 5 लाख कोविड-19 वैक्सीन की खुराक

editor

ટ્રમ્પના ન્યૂક્લિયર એટેક જેવા ગેરકાયદેસર આદેશ માનવા સેનાનો ઇન્કાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1