Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારતભરમાં ટ્રાન્સપોર્ટરની હડતાળ શરૂ

ઓલ ઇન્ડિયા કન્ફેડરેશન ઓફ ગુડ્‌સ ઓપરેટર્સના નેતૃત્વમાં ટ્રાન્સપોર્ટરો આજથી દેશવ્યાપી હડતાળ પર ઉતરી ગયા છે. જેથી તેની અસર દેખાવવાના સંકેત મળી રહ્યા છે. અચોક્કસ મુદ્‌તની હડતાળ પાડવામાં આવી રહી છે. હડાતળ દરમિયાન જીવનજરૂરી અને ખાવાપીવાની ચીજોનો પુરવઠો જારી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે તમામ પ્રકારના કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ ચીજવસ્તુઓનો પુરવઠો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ જેવા અન્ય સંગઠનોસોમવારના બદલે આગામી મહિનાથી હડતાળ પાડનાર છે જેથી વર્તમાન હડતાળને સારો પ્રતિસાદ મળી રહ્યો નથી. જો કે જાણકાર લોકોનુ કહેવુ છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં સપ્લાય ચેઇન તુટી જવાના કારણે સમગ્ર દેશમાં કારોબાર પર તેની અસર થવાના સંકેત દેખાઇ રહ્યા છે. ઓલ ઇન્ડિયા કન્ફેડરેશન ઓફ ગુડ્‌સ ઓપરેટર્સ એસોસિએશનના પ્રમુખ ડી. ચેન્નારેડીએ કહ્યુ છે કે ડિઝલની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યો છે. થર્ડ પાર્ટી વીમા પ્રિમિયમમાં વધારો થઇ રહ્યો છે. જીએસટી સાથે સંબંધિત તકલીફ આવી રહી છે. જેના કારણે હડતાળ પાડવા માટેની તારીખની જાહેરાત તો એપ્રિલ મહિનામાં જ કરવામાં આવી હતી. સરકાર સાથે કેટલાક રાઉન્ડની બેઠકો થઇ હતી. જે ફ્લોપ રહી હતી. સંગઠનના સેક્રેટરી કૌસર હુસૈને કહ્યુ છે કે દેશભરમાં લોડિંગ શનિવારથી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસથી અસર રહે તેવી શક્યતા છે. અલબત્ત દુધ, શાકભાજી, દવા જેવી જરૂરી ચીજવસ્તુઓની સેવા હડતાળના કારણે બંધ રાખવામાં આવી છે. ટ્રાન્સપોર્ટરોની જુદી જુદી માંગ રહેલી છે. સરકાર પર ટ્રાન્સપોર્ટરો ગંભીર પ્રકારના આરોપો મુકી રહ્યા છે. તેમના કહેવા મુજબ સરકાર ડિઝલથી રોડ ટેક્સ તરીકે આઠ રૂપિયા પ્રતિ લીટર વસુલી રહી છે.

Related posts

૨૦૦૦ની નોટ ચલણમાંથી પાછી ખેંચાઈ

aapnugujarat

कॉरपोरेट कर में कटौती, निवेश के लिए और अच्छी जगह बना भारत : RBI गवर्नर

aapnugujarat

वेंकैया के इस्तीफे के बाद स्मृति को सूचना प्रसारण का जिम्मा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1