Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

છેલ્લી ઘડીએ ગોલ કરીને ઇજિપ્ત પર ઉરુગ્વેની જીત

એકાતેરિનબર્ગ એરિનામાં રમાયેલી ફિફા વર્લ્ડકપની બીજી મેચમાં ઉરુગ્વેએ ઇજિપ્ત ઉપર ૧-૦થી જીત મેળવી હતી. આ જીતની સાતે ઉરુગ્વેએ ટુર્નામેન્ટમાં જોરદાર શરૂઆત કરી હતી. વિજેતા ટીમ માટે એકમાત્ર ગોલ ગિમેનેજે ૮૯મી મિનિટમાં કર્યો હતો. આ મેચમાં ઇજિપ્તની ટીમે સ્ટાર ખેલાડી મોહમ્મદ સલાહની અછત દેખાઈ હતી. સલાહ ઇજાગ્રસ્ત હોવાથી આજની મેચ રમ્યો ન હતો. એક વખતે એવું લાગી રહ્યું હતું કે, ઇજિપ્ત આ મેચને સરળતાથી ડ્રો કરાવી લેશે પરંતુ બીજા હાફના અંતિમ સમયમાં ડિફેન્ડર ગિમેનેજે જોરદાર કિક મારફતે ગોલ ફટકાર્યો હતો. જો કે ત્યારબાદ ઇજિપ્તે મેચને બરોબરી પર લાવવાના તમામ પ્રયાસો કર્યા હતા. બીજી બાજુ સ્ટાર ખેલાડી સુઆરેજે ગોલ કરવાની એક સરળ તક ગુમાવી દીધી હતી. ફીફા વર્લ્ડ કપમાં કુલ ૬૪ મેચો રમાનાર છે.જે ૧૧ શહેરોના ૧૨ સ્ટેડિયમ ખાતે રમાનાર છે.
ફાઇનલ મેચ મોસ્કોમાં લુઝીનિકી સ્ટેડિયમ ખાતે ૧૫મી જુલાઇના દિવસે રમાશે. વર્લ્ડ કપમાં વિજેતા ટીમ સીધી રીતે ૨૦૨૧માં ક્વાલિફાઇંગ કરશે.વર્લ્ડ કપને લઇને કરોડો ચાહકો ભારે ઉત્સુક છે. આ વખતે આઈસલેન્ડ અને પનામા પ્રથમ વખત ક્વાલીફાઈ થયા છે. ત્રણ ટુર્નામેન્ટના ગાળા બાદ પરત ફરેલી ટીમમાં ઇજિપ્ત, મોરોક્કો અને પેરુનો સમાવેશ થાય છે. એકબાજુ ઇજિપ્ત ૧૯૯૦ બાદ પ્રથમ વખત ૨૮ વર્ષ પછી વર્લ્ડકપમાં રમનાર છે જ્યારે મોરોક્કો ૧૯૯૮ બાદ પ્રથમ વખત રમશે. પેરુ ૩૬ વર્ષ બાદ પરત ફર્યું છે. ચાર અરબ દેશો ઇજિપ્ત, મોરોક્કો, સાઉદી અરેબિયા વર્લ્ડકપ માટે ક્વાલીફાઈ થયા છે. જે શક્તિશાળી ટીમો ક્વાલીફાઈ થઇ શકી નથી તેમાં ૧૯૫૮ બાદ પ્રથમ વખત ચાર વખતની વિજેતા ટીમ ઇટાલી નિષ્ફળ છે. આવી જ રીતે ત્રણ વખતના રનર્સઅપ રહી ચુકેલા નેધરલેન્ડને પણ તક મળી નથી.

Related posts

कार्ति चिदंबरम से जोर बाग आवास खाली करने के लिए ED ने भेजा नोटिस

aapnugujarat

रोहित पर मत बनाओ कोई दबाव, बस उन्हें खेलने दो : कोहली

aapnugujarat

મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડુ દરેક પરિવારને મફ્ત સ્માર્ટફોન આપશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1