Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ત્રિપુરા, મિઝોરમ અને આસામમાં પુરની પરિસ્થિતિ

પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદ બાદ પુરની જટિલ સ્થિતિ સર્જાઈ ગઈ છે. ત્રિપુરા અને મિઝોરમમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. ત્રિપુરામાં આના કારણે ચાર લોકોના મોત થયા છે. મોટાભાગની નદીઓ ભયજનક સ્તરથી ઉપર પહોંચી ચુકી છે. ભેખડો ધસી પડવાના અનેક બનાવો બન્યા છે. કારણે વાહન વ્યવહારને માઠી અસર થઇ છે. ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ દેવે રાજ્યના અનેક વિસ્તારોમાં પરિસ્થિતિની માહિતી મેળવવા હવાઈ નિરીક્ષણ કર્યું છે. નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. આસામમાં પણ હાલત કફોડી બનેલી છે. ઉત્તરપૂર્વીય પુરના લીધે ત્રિપુરા અને આસામના જુદા જુદા ભાગોમાં રેલ સેવા ખોરવાઈ ગઈ છે. નોર્થઇસ્ટ ફ્રન્ટીયર રેલવે દ્વારા આસામના લુમડીંગ-બાદરપુર હિલ સેક્શનમાં ભારે વરસાદના લીધે અનેક ટ્રેનો રદ કરી દીધી છે. બારક ખીણમાં પુરની સ્થિતિ વણસી ગઇ છે. બારક ખીણ બાંગ્લાદેશની સરહદ ઉપર સ્થિત છે. સ્ટેટ આઇલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ વિભાગનું કહેવું છે કે, તમામ મોટી નદીઓમાં પાણીની સપાટી વધવાના લીધે ફેરી સેવા બંધ કરી દેવામાં આવી છે. નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. દેશના જુદા જુદા ભાગોમાં મોનસુનની એન્ટ્રી હવે ઝડપથી થઇ રહી છે. બોકાહાટ સબડિવિઝનમાં ભારે વરસાદ બાદ નેશનલ હાઇવે ૩૭ ઉપર પુરના પાણી ફરી વળ્યા છે. આસામના ગોલાઘાટ જિલ્લામાં હાલત કફોડી બનેલી છે. ગુવાહાટી ડિવિઝનમાં પાણીની સપાટી નદીઓમાં વધી રહી છે. આસામના કરીમગંજ જિલ્લામાં પુરગ્રસ્ત લોકોને નૌકાઓ મારફતે સુરક્ષિત ખસેડવામાં આવી રહ્યા છે. જુદા જુદા વિસ્તારમાં ભેખડો ધસી પડવાના બનાવો બન્યા છે. જે ટ્રેનોને રદ કરવામાં આવી છે તેમાં સિલ્ચર ફાસ્ટ પેસેન્જરનો સમાવેશ થાય છે. જો કે, અસરગ્રસ્ત સેક્શનની ઉપર કોઇપણ પેસેન્જર ટ્રેન સેવા ખોરવાઈ નથી. આસામમાં પુરના કારણે કેટલું નુકસાન થયું છે તે અંગે હજુ આંકડા એકત્રિત કરવામાં આવ્યા નથી પરંતુ અધિકારીઓ બચાવ અને રાહત કામગીરી ઉપર નજર રાખી રહ્યા છે. બીજી બાજુ દિલ્હીમાં પ્રદૂષણના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે પંજાબના મોટાભાગના વિસ્તારોમાં ધૂળ ભરેલી આંધી ચાલી રહી છે. રાજસ્થાનમાં પણ ધૂળ ભરેલી આંધી ચાલી રહી છે. દિલ્હી અને એનસીઆરમાં ધૂળ ભરેલી આંધીના કારણે વિજિબિલીટી ઉપર અસર થઇ છે. નોઇડામાં હાલત વધારે ખરાબ રહી હતી. બીજી બાજુ દિલ્હીમાં ખરાબ હવામાનને ધ્યાનમાં લઇને એલજીએ માર્ગો ઉપર છંટકાવ કરવા અને રવિવાર સુધી તમામ નિર્માણ કામગીરી ઉપર પ્રતિબંધ મુકવાનો આદેશ કર્યો છે. હરિયાણામાં પણ ગુરુવાર સાંજથી તમામ નિર્માણ કામને રોકી દેવામાં આવ્યા છે.

Related posts

शहर में हाईवे को डिनोटिफाई किया जा सकता हैं : सुप्रीम कोर्ट

aapnugujarat

કિસાન સ્કીમ મુદ્દે અખિલેશ, માયાવતીના મોદી પર પ્રહાર

aapnugujarat

સરદાર પટેલની પ્રતિમા મેડ ઇન ચાઈના છે : રાહુલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1