Aapnu Gujarat
ગુજરાત

તા.૧૪ અને ૧૫ જૂન બે દિવસીય શાળા પ્રવેશોત્સવનો આજથી પ્રારંભ

સમગ્ર રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવના પ્રારંભ સાથે આજથી નર્મદા જિલ્‍લામાં પણ ૬૯૦ પ્રાથમિક શાળા અને ૮૮ જેટલી માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે. જેમાં શિક્ષણ, કાયદો અને ન્યાય તંત્ર, વૈદ્યાનિક અને સંસદીય બાબતો, મીઠા ઉદ્યોગ, ગૌ-સંવર્ધન અને નાગરિક ઉડ્ડયન વિભાગના મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, જિલ્‍લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી રૂચિકાબેન વસાવા, સહકારી મંડળીઓના રજીસ્ટ્રારશ્રી એન.વી. ઉપાધ્યાય, વન વિભાગના વન સંરક્ષક શ્રીમતી આરાધના શાહુ (IFS), હેલ્થ એન્ડ ફેમીલી વેલ્ફેર વિભાગના ઉપસચિવશ્રી એ.જે. ભાદેશીયા, ડેપ્‍યુટી કમિશનર ઓફ પોલીસ ડૉ. લીના માધવરાવ પાટીલ, શ્રી નિત્યાનંદ શ્રીવાસ્તવ (IFS), સાયન્સ અને ટેકનોલોજી વિભાગના ઉપસચિવશ્રી એમ.કે. વાઘ, ડીજીપી (લો એન્ડ ઓર્ડર) શ્રી તિર્થરાજ (IPS) સહિત કુલ- ૧૨૨ જેટલા પદાધિકારીશ્રીઓ – સનદી અધિકારીશ્રીઓ – જિલ્‍લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ નર્મદા જિલ્‍લાના કુલ- ૧૨૨ રૂટ પર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે. નર્મદા જિલ્‍લાની પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, આંગણવાડીઓ વગેરેમાં સવારના ૮ કલાકથી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે. જેમાં ૬૯૦ જેટલી પ્રાથમિક શાળાઓમાં કુલ- ૭૯૪૫ જેટલા ભૂલકાંઓને ધોરણ- ૧ માં અને ૮૮ જેટલી માધ્યમિક શાળાઓમાં ધોરણ- ૯ માં ૬૧૮૧ બાળકોને શાળા પ્રવેશોત્સવ અપાશે.

Related posts

મુળીનાં દુધઈમા ખેડૂત મીટીંગ અને વડવાળા મંદિર નાં દર્શન કરતાં ઈશુદાન ગઢવી

editor

મિશેલનું પ્રત્યાર્પણ ભ્રષ્ટાચાર સામેની લડાઈનો એક ભાગ : જીતુ વાઘાણી

aapnugujarat

घरेलू नौकर बना हैवान, मालिक की बेटी की ले ली जान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1