Aapnu Gujarat
રાષ્ટ્રીય

કેન્દ્ર સરકાર દ્વારા અશાંત ક્ષેત્રમાં વોટ્‌સએપ કોલિંગ સેવા બ્લોક કરાશે

કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીર જેવા અશાંત ક્ષેત્રોમાં વોટ્‌સએપ કોલિંગ સર્વિસને બ્લોક કરી શકે છે. આવી જાણકારી મળીછે કે, ત્રાસવાદીઓ સરહદ પાર બેઠેલા પોતાના આકાઓ સાથે વોટ્‌સએપ કોલિંગ મારફતે સતત સંપર્કમાં રહે છે. અધિકારીઓએ કહ્યું છે કે, આવી સ્થિતિમાં સરકાર ટૂંક સમયમાં જ આ સેવાને બ્લોક કરવાની પ્રક્રિયા હાથ ધરશે. ગૃહસચિવ રાજીવ ગોબાના નેતૃત્વમાં યોજાયેલી બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આગાળા દરમિયાન ૨૦૧૬માં નગરોટા આર્મી કેમ્પ ઉપર થયેલા ત્રાસવાદી હુમલાના સંબંધમાં ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત હુમલા સાથે સંબંધિત ધરપકડના મુદ્દા ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. ધરપકડ કરવામાં આવેલા જૈશે મોહમ્મદના ત્રાસવાદીઓએ જમ્મુ કાશ્મીર પોલીસને માહિતી આપી છે કે, તેઓ વોટ્‌સએપ કોલ મારફતે સીધીરીતે જમ્મુ કાશ્મીર પેલેપાર બેઠેલા પોતાના હેન્ડલરો સાથે સીધા સંપર્કમાં રહેતા હતા અને તેમના આદેશો મુજબ કામ કરતા હતા. આ આતંકવાદી હુમલામાં સાત જવાન શહીદ થયા હતા. રાષ્ટ્રીય તપાસ સંસ્થા દ્વારા હાલમાં જ સ્ટેટ પોલીસ દ્વારા ત્રાસવાદીઓની મદદ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા ત્રણ લોકોને કસ્ટડીમાં લઇ લીધા છે. એવા આક્ષેપ છે કે, આ લોકોએ આતંકવાદીઓને સરહદ પારથી લઇને સેના કેમ્પ સુધી પહોેંચાડવામાં મદદ કરી હતી. બેઠકમાં અન્ય જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા થઇ હતી. નફરત ફેલાવતી સામગ્રીને દૂર કરવાના મુદ્દા ઉપર પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કોલિંગ માટે હવે ઇન્ટરનેટનો ઉપયોગ વધી ગયો છે જેથી સુરક્ષા સંસ્થાઓ સામે નવા પડકારો પણ ઉભા થઇ રહ્યા છે. આવી સ્થિતિમાં ત્રાસવાદીઓની વાતો ટ્રેસ કરવી મુશ્કેલ પડે છે.

Related posts

મોદી સરકાર હવે અધિકારીઓના રેકોર્ડ પર ઓનલાઇન નજર રાખશે

aapnugujarat

કર્ણાટકમાં ચૂંટણી પ્રચારનો અંત : ૧૨મીએ મતદાન

aapnugujarat

शरद पवार के अगले यूपीए अध्‍यक्ष बनने की सुगबुगाहट

editor

Leave a Comment

UA-96247877-1