Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી ૫૦ કરોડ ભારતીયો માટે નવી યોજના લાવવા સુસજ્જ

સત્તામાં ચાર વર્ષ પરિપૂર્ણ કરી ચુકેલી નરેન્દ્ર મોદી સરકાર મતદારોને પ્રભાવિત કરવા માટે મેગા હેલ્થ પ્રોટેક્શન પ્રોગ્રામ મોદી કેર લાવ્યા બાદ હવે વધુ એક મોટો દાવ રમવાની તૈયારીમાં છે. સરકાર ૫૦ કરોડ ભારતીય લોકો માટે એક કલ્યાણકારી યોજના લાવવાની તૈયારીમાં છે. બ્લુમબર્ગના રિપોર્ટમાં દાવોકરવામાં આવ્યો છે કે મોદી કેટલાક મહત્વપૂર્ણ અને મહત્વકાંક્ષી પ્રોજેક્ટો અને યોજનાઓ શરૂ કરવાની તૈયારીમાં છે પરંતુ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા મર્યાદિત સમય અને સંશાધનોના અભાવના કારણે આ યોજનાઓના અમલીકરણમાં વિલંબ થઇ શકે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, મોદી ૨૦૧૯થી પહેલા ત્રણ કલ્યાણકારી યોજનાઓ લાગૂ કરવાની ઇચ્છા ધરાવે છે જેમાં ઓલ્ડએજ પેન્શન, લાઈફ ઇન્સ્યોરન્સ અને મેટરનીટી બિનેફિટનો સમાવેશ થાય છે. આ કલ્યાણકારી યોજનાઓથી સરકારને ૨૦૧૯ની ચૂંટણીમાં રાજકીય લાભ મળી શકે છે પરંતુ આનાથી દેશના રાજકોષીય ખાદ ઉપર દબાણ વધુ વધશે જે પહેલાથી જ એશિયન દેશોમાં સૌથી વધારે છે. આ પહેલા સરકારે આશરે ૧૦ કરોડ ગરીબ પરિવારોને પાંચ લાખ રૂપિયાના મફત વિમા યોજનાની જાહેરાત કરી હતી. મોદી કેર નામથી ચર્ચાસ્પદ આરોગ્ય વિમા યોજનાથી આશરે ૫૦ કરોડ લોકો લાભ મેળવનાર છે. સરકારે ૧૫ કેન્દ્રીય શ્રમ કાયદાઓને સરળ કરીને તેમના મર્જર કર્યા બાદ એક કાયદાના રુપમાં બિલ માટે ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે જે અસંગઠિત ક્ષેત્ર સહિત તમામ કર્મચારીઓને લાભ અપાવશે. બિલને સંસદના આગામી સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે. એક અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે બ્લુમ્બર્ગ સાથે વાતચીતમાં કહ્યું છે કે, સરકાર ૫૦ કરોડ વર્કફોર્સને સોશિયલ પ્રોટેક્શન આપવાની તૈયારીમાં છે. જો કે, અધિકારીએ યોજનાના સંદર્ભમાં વધુ માહિતી આપી નથી. આ યોજના તમામ વર્કરો માટે છે પરંતુ સરકાર દેશના કેટલાક વર્કફોર્સના નીચલા ૫૦ ટકા લોકોને લઇને ચિંતિત છે. આના માટે સરકાર કોઇ ચોક્કસ રકમ પેન્શન તરીકે આપી શકે છે જ્યારે બાકીના વર્કફોર્સ પેન્શનના બદલામાં પૂર્ણરીતે અથવા તો આંશિકરીતે યોગદાન આપી શકે છે. સરકારની આ યોજનાથી ગરીબી દૂર કરવામાં પણ મદદ મળશે. ભારતમાં દુનિયાની આશરે એક તૃતિયાંશ ગરીબ વસતી રહે છે. સામાજિક સુરક્ષા ઉપર ભારતમાં ખર્ચ તેમના પડોશી દેશો કરતા ઓછો છે.
સામાજિક સુરક્ષા પર ભારત પોતાના જીડીપી પૈકી બે ટકાથી પણ ઓછી રકમ ખર્ચ કરે છે. ભારતના કુલ વર્કફોર્સ પૈકી ૯૦ ટકા હિસ્સો અસંગઠિત ક્ષેત્રમાં આવે છે અને તેમને કોઇપણ પ્રકારની સામાજિક સુરક્ષા આપવામાં આવી નથી. મોદીની આ મહત્વકાંક્ષી યોજના ક્યારે રજૂ કરવામાં આવશે તેને લઇને ભારે સસ્પેન્સની સ્થિતિ છે પરંતુ ત્રણ કલ્યાણકારી યોજનાઓને લઇને હિલચાલ ચાલી રહી છે. આનાથી જંગી લાભ ચૂંટણીમાં થઇ શકે છે.

Related posts

तमिलनाडु-केरल में ओखी का कहर : भारी नुकसान हुआ

aapnugujarat

મમતા બેનર્જીની પગ નીચેની જમીન સરકી ગઈ છે : મોદી

aapnugujarat

भारतीय रेलवे ने रद्द कीं कई ट्रेनें, स्टेशन जाने से पहले देख लें सूची

editor

Leave a Comment

UA-96247877-1