Aapnu Gujarat
રમતગમત

સિમોના હાલેપ અને શારાપોવા ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી

પેરિસમાં રોલેન્ડ ગેરોસ ખાતે રમાઇ રહેલી વર્ષની બીજી ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં મહિલા સિગલ્સ વર્ગમાં અમેરિકાની સેરેના વિલિયમ્સ મેચ પહેલા જ ઇજાના કારણે ખસી જતા ટેનિસ ચાહકો નિરાશ થયા હતા. ટેનિસ ચાહકો રશિયન ગ્લેમર ગર્લ મારિયા શારાપોવા અને તેની વચ્ચે રોમાંચક મેચની અપેક્ષા રાખી રહ્યા હતા. જો કે આ મેચ રમાઇ શકી ન હતી. મેચ બાદ સેરેનાએ કહ્યુ હતુ કે તેની છાતી અને ખભામાં મસલ્સમાં જોરદાર દુખાવો થઇ રહ્યો હતો. જેના કારણે તે સર્વિસ કરી શકી ન હતી. સેરેના ખસી જતા મારિયા શારાપોવા સીધી રીતે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી ગઇ હતી. ૧૪ વર્ષના લાંબા ગાળા બાદ મારિયા આગેકુચ કરી ગઇ છે. અન્ય એક મેચમાં સ્ટાર ખેલાડી સિમોના હેલેપ ક્વાર્ટર ફાઇનલમાં કુચ કરી ગઇ છે. ગયા વર્ષે પુરુષોના વર્ગમાં રાફેલ નડાલ અને મહિલાઓના વર્ગમાં જેલેના ઓસ્તાપેન્કો વિજેતા બની હતી. આ વખતે ઇનામી રકમ ૩૯૧૯૭૦૦૦ રાખવામાં આવી છે. વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૪માં ચેમ્પિયન બનેલી મારીયા શારાપોવા વર્ષ ૨૦૧૬માં ફ્રેન્ચ ઓપન ટેનિસમાં રમી ન હતી પરંતુ ૨૦૧૭માં રમી હતી અને આ વખતે પણ તે આશાવાદી દેખાઈ રહી છે. આ ઉપરાંત યુવા આશાસ્પદ ખેલાડી સીમોના હેલેપ પણ મેદાનમાં ઉતરી છે. અને તેની પાસેથી સારા દેખાવની અપેક્ષા કરવામાં આવી રહી છે. સીમોના ૨૦૧૪માં પેરિસમાં રનર્સઅપ રહી હતી. આ વખતે સેરેના વિલિયમ્સ લાંબા સમય બાદ મેદાનમાં પરત ફરી છે. પૂર્વ વિજેતા જોકોવિક પણ મેદાનમાં છે જે આ વખતે ૨૨માં ક્રમાંકિત ખેલાડી તરીકે છે. ડ્રો ખુબ જ રોમાંચક રહ્યાબાદ ઉત્સુકતા વધી ગઈ છે. બે વખતની વિજેતા અને ગ્લેમર ગર્લ શારાપોવા, અજારેન્કા પણ આશાવાદી દેખાઈ રહી છે. ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં તમામ સ્ટાર ખેલાડી હાલમાં મેદાનમાં છે. સ્પેનની મુગુરુઝાએ ગઇકાલે તેના પ્રથમ રાઉન્ડની મેચ સરળતાથી જીતી લીધી હતી. ૩૬ વર્ષીય સેરેના વિલિયમ પાસેથી આ વખતે પણ જોરદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. સેરેના મહાન ખેલાડી પૈકીની એક તરીકે છે.તમામની નજર રાફેલ નડાલ અને ઘણા સમય પછી ટેનિસ સર્કિટમાં પરત ફરેલી સરેના વિલિયમ્સ ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે. ૧૦ વખત ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન બની ચુકેલા રાફેલ નડાલને ક્લેકોર્ટના કિંગ તરીકે ગણવામાં આવે છે.પુરૂષોના વર્ગમાં નોવાક જોકોવિક પણ આ વખતે રંગમાં દેખાઇ રહ્યો છે. જોકોવિકે પોતાના હરિફ ખેલાડી પર જીત મેળવીને આગેકુચ જારી રાખી હતી. લાંબા સમય બાદ એન્ટ્રી કરનાર સેરેના પાસેથી ચાહકો જોરદાર દેખાવની આશા રાખી રહ્યા છે. મહિલા વર્ગમાં મારિયા શારાપોવા, સિમોના હેલેપ અને સેરેના વચ્ચે સીધી સ્પર્ધા દેખાઇ રહી છે. પુરૂષોના વર્ગમાં નડાલને ટક્કર આપવા માટે કોણ ખેલાડી રહે છે તે બાબત ઉપયોગી સાબિત થઇ શકે છે. નડાલ ફ્રેન્ચ ઓપનમાં દસ વખત વિજેતા બની ચુક્યો છે. તેનુ ફ્રેન્ચ ઓપનમાં એક ચક્રિયી શાસન હજુ સુધી જારી રહ્યુ છે. વિમ્બલ્ડનમાં સફળતા હાંસલ કરનાર પણ ફ્રેન્ચ ઓપનમાં ફ્લોપ સાબિત થયા છે.

Related posts

આઇપીએલ ૨૦૧૮ પર ખતરો, સરકાર અને બીસીસીઆઈને એનજીટીએ નોટીસ ફટકારી

aapnugujarat

द. अफ्रीका खराब स्थिति में, आत्मनिरीक्षण करना होगा : अमला

aapnugujarat

પાક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ યાદીથી ઉમર અકમલ પડતો મુકાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1