Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

એરસેલ કેસ : ચિદમ્બરમની ૫ જુન સુધી ધરપકડ નહીં થાય

એરસેલ મેક્સિસ કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમને આગામી સુનાવણી સુધી મોટી રાહત આપી દીધી છે. ચિદમ્બરમની હવે પાંચમી જૂન સુધી ધરપકડ કરી શકાશે નહીં. ચિદમ્બરમને પાંચમી જૂન પહેલા ઇડી સમક્ષ ઉપસ્થિત થવા માટે કહેવામાં આવ્યું છે. કોર્ટે ચિદમ્બરમ દ્વારા દાખલ કરવામાં આવેલી આગોતરા જામીન અરજી ઉપર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પાસેથી જવાબની માંગ કરી છે. ઇડીને પણ પાંચમી જૂન સુધી જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. કોર્ટે ઇડીને આદેશ કર્યા છે કે, આ મામલામાં પાંચમી જૂન સુધી તે ચિદમ્બરમની સામે કોઇપણ કાર્યવાહી ન કરે. આની સાથે જ કોર્ટે ઇડીને નોટિસ જારી કરીને પાંચમી જૂન સુધી જવાબ દાખલ કરવા માટે સૂચના આપી છે. કાર્તિ ચિદમ્બરમનું નામ આઈએનએક્સ મિડિયા કેસ ઉપરાંત એરસેલ-મેક્સિસ કેસ સાથે પણ જોડાયેલો છે. માર્ચ ૨૦૦૬માં મલેશિયાની કંપની મેક્સિસ કોમ્યુનિકેશન એરસેલમાં ૭૪ ટકા હિસ્સેદારી ખરીદી હતી. મે ૨૦૧૧માં એરસેલના સ્થાપક સી શિવશંકરે સીબીઆઈમાં એક ફરિયાદ દાખલ કરી હતી અને કહ્યું હતું કે, તેમના ઉપર પોતાના શેર મેક્સિસને વેચી મારવા માટે દબાણ કરવામાં આવ્યું છે. મામલામાં પ્રથમ વખત કાર્તિનું નામ સુબ્રમણ્યમ સ્વામીએ લીધું હતું. વર્ષ ૨૦૧૫માં તત્કાલિન જનતા પાર્ટીના પ્રમુખ સુબ્રમણ્યમ સ્વામીએ કાર્તિ ચિદમ્બરમની જુદી જુદી કંપનીઓ વચ્ચે નાણાંકીય લેવડદેવડનો ખુલાસો કર્યો હતો. સ્વામીએ આક્ષેપ કર્યો હતો કે, યુપીએ સરકારમાં નાણા મંત્રી રહી ચુકેલા ચિદમ્બરમના પુત્ર કાર્તિને એકરસેલ-મેક્સિસ મર્જરથી લાભ ઉઠાવવામાં મદદ કરી હતી. આના માટે તેઓએ દસ્તાવેજોને જાણી જોઇને અટકાવી દીધા હતા. સાથે સાથે અધિગ્રહણની પ્રક્રિયાને મર્યાદિત કરી દીધી હતી. પોતાના પુત્રને પોતાની કંપનીઓના શેરની કિંમત વધવાની સ્થિતિમાં કારોબારી પગલા લેવાનો સમય મળે તેવો હેતુ રખાયો હતો. પહેલી ડિસેમ્બર ૨૦૧૫ના દિવસે પ્રથમ વખત એરસેલ-મેક્સિસ કેસની તપાસની હદ વધારીને ટેક્સ અધિકારીઓ અને ઇડીએ કાર્તિ ચિદમ્બરમના કેટલાક સ્થળો પર દરોડા પાડ્યા હતા. ત્યારબાદ ૨૦૧૭માં ઇડીએ કાર્તિ ચિદમ્બરમની સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.
૨૫મી સપ્ટેમ્બર ૨૦૧૭ના દિવસે કાર્તિ સાથે જોડાયેલી ૯૦ લાખ રૂ-પિયાની સંપત્તિ, બેંક એકાઉન્ટ, એફડી જપ્ત કરવામાં આવી હતી. ઇડીએ કુલ ૧.૧૬ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.

Related posts

जेवर गैंगरेप और मर्डर केस में ४ बदमाश गिरफ्तार

aapnugujarat

144 seats allocation for Maharashtra polls or no alliance with BJP : ShivSena

aapnugujarat

मोदी-शाह का येदियुरप्पा को सख्त निर्देश- कर्णाटक सरकार को अस्थिर करने की न की जाए कोशिश

aapnugujarat

Leave a Comment

UA-96247877-1