Aapnu Gujarat
રાષ્ટ્રીય

યુપીએ-૨ના ઉડ્ડયનમંત્રીને ૫૦ લાખ ડોલરની લાંચ અપાઈ હતી

આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન લાયસન્સ હાંસલ કરવા સરકારી નિયમોના ભંગ કરવા અને પ્રધાનોને કથિતરીતે લાંચ આપવાના મામલે ખાનગી વિમાન કંપની એર એશિયા ફસાઇ ગઇ છે. સીબીઆઇએ એર એશિયાના ટોપ કારોબારી સામે કેસ દાખલ કર્યા બાદ વધુ તપાસ ચાલી રહી છે. તેમના પર ઓવરસીઝ ફ્લાઇંગ રાઇટ્‌સ હાંસલ કરવા માટે અગાઉની યુપીએ સરકારની સાથે મળીને અપરાધિક કાવતરા રચીને નિયમોને બદલી નાંખવાના આરોપો કરવામાં આવી રહ્યા છે. યુપીએ-૨ના ગાળા દરમિયાન ઉડ્ડયન પ્રધાનને એર એશિયા તરફથી ૫૦ લાખ ડોલરની લાંચ પણ આપવામાં આવી હતી. જો કે એર એશિયાએ તમામ આરોપોને રદિયો આપ્યો છે. આજે કેસ સંબંધિત પુરાવાની શોધમાં એર એશિયાની દિલ્હી, બેંગ્લોર અને મુંબઇના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કેસમાં અધિકારીઓના ઇમેઇલ, લાંચ અને સરકારી નોટ્‌સમાં તપાસ કરવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે સીબીઆઇએ ગઇકાલે મંગળવારના દિવસે ખાનગી વિમાન કંપની એર એશિયા ગ્રુપના સીઈઓ ટોની ફર્નાન્ડિઝ અને અન્યની સામે એક કેસ દાખલ કર્યો હતો. આ મામલો આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન લાયસન્સ મેળવવાના સંદર્ભમાં નિયમોનો ભંગ કરવા સાથે સંબંધિત છે. એર એશિયાના સીઈઓ પર કેસ દાખલ કરવામાં આવ્યા બાદ કોર્પોરેટ જગતમાં આની જોરદાર ચર્ચા જોવા મળી રહી છે. આ મામલો આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સંચાલનના લાયસન્સ મેળવવા માટે કંપનીના અધિકારીઓ દ્વારા નિયમોના ભંગ સાથે સંબંધિત છે. આ ઉપરાંત તેમાં વિદેશી મૂડીરોકાણ બોર્ડના નિયમોના ભંગનો પણ મામલો રહેલા છે. પાંચ વર્ષના અનુભવ અને ૨૦ વિમાનો હોવાની સ્થિતિમાં જ કોઇ એરલાઈન્સ ઇન્ટરનેશનલ ફ્લાઇટો ઓપરેટ કરી શકે છે. એર એશિયા મલેશિયાના ગ્રુપ સીઈઓ એન્થોની ફ્રાન્સિસ ટોની ફર્નાન્ડિઝ ઉપરાંત ટ્રાવેલ ફુડના માલિક સુનિલ કપૂર, એર એશિયાના નિર્દેશક આર વેંકટરામન, દીપક તલવાર, સિંગાપોરની એસએન્ડઆર ટ્રેડિંગના નિર્દેશક રાજેન્દ્ર દુબે અને સરકારી કર્મચારીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજે પણ દિલ્હી, મુંબઈ, બેંગ્લોર સહિત છ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. સીબીઆઈ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આ કાવતરુ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીના એક મહિના પહેલા રચવામાં આવ્યું હતું. આ મામલો અન્ય બાબતો ઉપરાંત એર એશિયા અને તાતા ગ્રુપના સિનિયર અધિકારીઓ વચ્ચે ઇ-મેઇલ ઉપર થયેલી વાતચીત પર આધારિત છે. બીજી બાજુ મિડિયા રિપોર્ટમાં એર એશિયાના પૂર્વ સીઈઓ તરફથી એવો દાવો કરવામાં આવ્યો હતો કે, યુપીએની બીજી અવધિ દરમિયાન ઉડ્ડયન પ્રધાનને કરોડો રૂપિયાની લાંચ આપવામાં આવી હતી. એક એવો ઇ-મેઇલ સીબીઆઈની પાસે છે જેમાં તાતા ગ્રુપના એક ટોપના કારોબારી વેંકટરમણન રામચંદ્રન કથિતરીતે તત્કાલિન નાગરિક ઉડ્ડયનમંત્રી અજીતસિંહ તરફથી વ્યક્તિગતરીતે વિશ્વાસ અપાવી રહ્યા છે. વેંકટરમણનનું નામ પણ એફઆઈઆરમાં દાખલ કરાયું છે. આ ઇ-મેઇલમાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડના હેડના નામ ઉપર એવો વિશ્વાસ અપાવવામાં આવ્યો છે કે, ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ પર આગળ વધવામાં આવે. આ યોજનાને ઓક્ટોબર ૨૦૧૩માં જ કોર્ટમાં પડકાર ફેંકવામાં આવી ચુક્યો છે. ઇ-મેઇલમાં કહેવામાં આવ્યું છે કે, થોડાક સમય પહેલા અજીતસિંહને મળ્યા હતા અને કહ્યું હતું કે, મંજુરી વહેલીતકે મળી જવી જોઇએ. પ્લાનિંગ એવા આધાર પર થવું જોઇએ કે, ૫/૨૦ નિયમ રદ કરવામાં આવે. વેંકટે આ ઇ-મેઇલ થરુમલિંગમને મોકલ્યો હતો તેમનું નામ પણ સીબીઆઈની એફઆઈઆરમાં છે. કંપનીઓ માટે લોબિંગ કરનાર દિપક તલવાર સહિત નવ લોકોના નામ એફઆઈઆરમાં છે.

Related posts

ચૂંટણી અગાઉ રાહુલ ગાંધીએ અમેઠીની પ્રજાને પત્ર લખીને જણાવ્યું કે, અમેઠી સાથે તેમના સંબંધ ભાવનાત્મક રીતે એટલા જ મજબૂત છે

aapnugujarat

જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા

aapnugujarat

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરને ચૂંટણી મેદાનમાં ઉતારવા પાછળ મોટું ષડયંત્ર : માયાવતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1