Aapnu Gujarat
શિક્ષણ

મ્યુનિસિપલ શાળાઓમાં હવે સૌર ઊર્જાથી ચાલતાં વોટર કૂલર મુકાશે

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓને હજુ સાદા કૂલરથી પાણી મળતું નથી. બીજી તરફ સત્તાવાળાઓએ વિદ્યાર્થીઓને સૌર ઊર્જા સંચાલિત કૂલરનું ઠંડું પાણી પૂરું પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. શહેરમાં મ્યુનિસિપલ માલિકીનાં ર૩૪ બિલ્ડીંગમાં આશરે ૩૭૧ શાળા કાર્યરત છે. આ મ્યુનિસિપલ શાળામાં અંદાજે ૧.રપ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.  આ વિદ્યાર્થીઓ માટે હાલમાં ૧પ૦ જેટલી શાળામાં સાદાં કૂલર મુકાયાં છે એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તમામ શાળામાં હજુ સુધી વિદ્યાર્થીઓને કૂલરના ઠંડા પાણીનો લાભ મળતો નથી.દરમ્યાન સત્તાવાળાઓ દ્વારા ઝોનદીઠ એક પ્રમાણે પ્રાયોગિક ધોરણે કુલ આઠ શાળામાં સૌર ઊર્જા સંચાલિત કૂલર મૂકવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. આની પાછળ અંદાજે રૂ.૬ લાખ ખર્ચાશે.  આ માટેનાં ટેન્ડર નીકળી ચૂક્યાં હોઇ આગામી ત્રણ મહિનામાં આ કૂલર કાર્યરત થશે, જોકે સૂત્રો કહે છે કે વધુ શાળામાં કૂલર મૂકવાં કે કેમ તેનો નિર્ણય મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ દ્વારા લેવાશે.

Related posts

અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદનુ સ્થાયી કાર્યકર્તા સંમેલન યોજાયું

aapnugujarat

શિથોલની શ્રી શાસ્ત્રી વિદ્યાલયમાં યુવા દિનની ઉજવણી કરાઈ

aapnugujarat

લીંબડીની શાળાઓમાં ધો. ૯ – ૧૧ ક્લાસનું શ્રીગણેશાય થયું

editor

Leave a Comment

UA-96247877-1