Aapnu Gujarat
શિક્ષણ

શિથોલની શ્રી શાસ્ત્રી વિદ્યાલયમાં યુવા દિનની ઉજવણી કરાઈ

શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલ ખાતે શાળામાં સ્વામી વિવેકાનંદની જયંતિની ઉજવણીના ભાગ રૂપે રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકોએ યુવાઓ માટે પ્રેરણાદાયી સૂત્રો, વ્યસન મુક્તિના બેનર, એઈડ્‌સ જાગૃતિ માટે સૂત્રોના બેનરો, પ્લેકાર્ડ સાથે ગામમાં પ્રભાત ફેરણી કરી હતી. શાળાના પટાંગણમાં શાળા સભાને ઉદબોધન કરતા નવ આચાર્ય શાહિદ શેખે જણાવ્યું હતું કે આજનું યુવાધન આવતીકાલના ભારતનું ભાવિ છે જેનું ઘડતર વર્ગખંડોમાં થઈ રહયું છે. આજના યુવાઓ વ્યસનોની નાગચૂડ માં ફસાયેલા છે. તંદુરસ્ત તનમાં જ તંદુરસ્ત મનનું નિર્માણ થાય છે જેથી આપણે વ્યસન મુક્તિ અભિયાનને વેગ આપી આપણાં યુવાધનને વ્યસન મુક્ત કરવામાં યથા શક્તિ યોગદાન આપવાની હાકલ કરી હતી. કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત શાળા પરિવાર દ્વારા એકતા, અખંડિતતા અને ભાઈચારાના શપથ લેવામાં આવ્યા હતાં.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

મેડિકલમાં પ્રવેશ લેવા માટેના ડોમિસાઇલ નિયમને બહાલી

aapnugujarat

કેનેડામાં ભણતા સવા લાખ ગુજરાતી વિદ્યાર્થીઓનો પરિવાર ચિંતામાં?

aapnugujarat

વિરમગામની ત્રિપદા ગુરુકુલમના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સા.આ.કેન્દ્રમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1