Aapnu Gujarat
બિઝનેસ

ભાવમાં રાહત આપવા પેટ્રોલિયમને જીએસટી હેઠળ લાવો : આઇઓસી ચેરમેન

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે અને તે છેલ્લા પાંચ વર્ષના ટોચના સ્તરે પહોંચી ગયા છે. મોદી સરકારની આ માટે ખૂબ ટીકા થઇ રહી છે. સરકાર પેટ્રોલિયમ પ્રોડક્ટસ પર એક્સાઇઝ ડ્યુટીમાં કાપ મૂકીને ભાવમાં રાહત આપવા તૈયાર નથી. ત્યારે દેશની સૌથી મોટી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી)ના ચેરમેન સંજીવ સિંહે સરકાર પાસે માંગણી કરી છે કે પેટ્રોલિયમ પ્રોડક્ટસને જીએસટીની હેઠળ લાવવામાં આવે.ઘણા દિવસોથી કહેવાય છે કે સરકાર પેટ્રોલિયમ પ્રોડક્ટ્‌સને જીએસટીના દાયરામાં લાવશે. જો એવું થાય તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો આવી શકે છે. પરંતુ સરકારે જીએસટી લાગુ કર્યો ત્યારે સ્પષ્ટતા કરી હતી કે પેટ્રોલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્‌સ પર જીએસટી લાગુ નહિ પડે.જાણકારો અનુસાર, જો જીએસટીનો સૌથી ઊંચો દર ૨૮ ટકા જો પેટ્રોલ પર લાગુ પડે તો પણ દિલ્હીમાં પેટ્રોલની કિંમત હાલના દરથી આશરે ૩૦ રૂપિયા ઘટી જાય. ઉલ્લેખનીય છે કે મંગળવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરી વધારો થયો છે. પેટ્રોલમાં ૩૦ પૈસા અને ડીઝલની કિંમતમાં ૨૬ પૈસાનો વધારો થયો છે. આ સાથે દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત રૂ.૭૬.૮૭ અને ડીઝલની કિંમત રૂ.૬૮.૦૮ થઇ ગઇ છે.મીડિયાના સવાલોનો જવાબ આપતા સંજીવ સિંહે જણાવ્યું કે તમે માત્ર ભારતના બજારને જોઇ રહ્યા છો. આંતરરાષ્ટ્રીય બજારમાં નજર નાખશો તો સ્થિતિ સ્પષ્ટ થઇ જાય છે. અમારી પાસે કોઇ રસ્તો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની વધતી કિંમતની સાથે કિંમત વધારવી અમારી મજબૂરી છે. તેમણે કહ્યું કે ઇરાનની ઘટના ન બની હોત તો સ્થિતિ કઇંક અલગ હોત.તેમણે નફા અને નુકસાનને લગતા એક પ્રશ્નના જવામાં કહ્યું હાલ કશું પણ કહેવું શક્ય નથી કારણ કે આ એક સમયગાળા પછી નક્કી કરવામાં આવે છે. કંપની હંમેશા ઓછી કિંમતે વેચાણ ન કરી શકે.

Related posts

સોનાની કિંમતોમાં ઉછાળની શક્યતા

aapnugujarat

ચંદા કોચરની ૯ કલાક સુધી ઇડી દ્વારા પુછપરછ થઇ

aapnugujarat

GST रिटर्न भरने करने की अंतिम तिथि बढ़ी, अब 30 नवंबर तक करें दाखिल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1