Aapnu Gujarat
બ્લોગ

ત્વચાના રંગને અનુરૂપ લિપસ્ટિક

વાસ્તવમાં તો હોઠના પ્રાકૃતિક આકારને બદલે નથી શકાતો. પરંતુ હાલમાં બજારમાં ઉપલબ્ધ કૃત્રિમ સૌંદર્યપ્રસાધનો દ્વારા તમે ઘણી હદે હોઠને સુંદર આકાર આપી ચહેરાની સુંદરતામાં નિખાર લાવી શકો છો. હોઠના સૌંદર્યમાં વધારો કરવામાં લિપસ્ટિકનું ખાસ મહત્ત્વ હોય છે. મહિલાઓ લિપસ્ટિકનો ઉપયોગ કરે તો છે પણ તેમાંની મોટા ભાગની મહિલાને લિપસ્ટિકના સાચા ઉપયોગ વિશેનો ખ્યાલ નથી હોતો. કામકાજ કરવાવાળી સ્ત્રીઓ લિપસ્ટિક લગાવ્યા વગર કામ પર જવાનું પસંદ નથી કરતી, કારણ કે લિપસ્ટિક તેમના સૌંદર્યને નિખારવા માટેનું મહત્ત્વનું સૌદર્યપ્રસાધન છે. માટે એ ખૂબ જ જરૃરી બાબત બની જાય છે કે, હોઠના સૌંદર્યને નિખારવા માટે લિપસ્ટિકનો સાચો પ્રયોગ કરવામાં આવે. સામાન્ય રીતે મહિલાઓ એ નથી સમજતી કે તેમના ચહેરાની ત્વચાના રંગ સાથે કઈ લિપસ્ટિક સારી લાગશે. જો તમારો ચહેરો શ્યામવર્ણો હોય તો, કોફી બ્રાઉન, સામાન્ય ભૂરા, લાલ, ચેરી અને ગુલાબી શેડની લિપસ્ટિક તમારા પર વધુ શોભશે, એટલું જ નહીં, પણ તે તમારા ચહેરાને આકર્ષક પણ બનાવશે. આપણે જે રંગના વસ્ત્રો પહેરીએ છે તે દરેક રંગની લિપસ્ટિક બજારમાં મળી રહેવી શક્ય નથી હોતી અને તે દેખાવમાં પણ કદરૃપું લાગે છે. આ સ્થિતિમાં જો તમે ઇચ્છો તો તમે પહેરેલાં વસ્ત્રોના રંગોને અનુરૃપ કોઈ અન્ય રંગોની લિપસ્ટિક લગાવી શકો છો, જેમ કે, પીળા રંગોનાં વસ્ત્રોની સાથે લાલ રંગની, સફેદ વેશભૂષાની સાથે લાલ, ચેરી, ગુલાબી, કથ્થાઈ, પીરોજી રંગની લિપસ્ટિકનો પ્રયોગ કરવો મોહક લાગશે. જો તમે લિપસ્ટિક અને નેઇલપોલિશ બંને એક જ રંગનાં ઉપયોગમાં લેશો તો તમારું સૌંદર્ય ઔર ખીલી ઊઠશે. લિપસ્પિટક લગાવતી વેળાએ હોઠની સંરચનાનું પણ ધ્યાન રાખવું જરૃરી છે. જો તમારા હોઠ જાડા હોય અને તે તમારા ચહેરાની સોંદર્યતાને નષ્ટ કરી રહ્યા હોય તો તેની પર લિપસ્ટિક લગાવતાં પહેલાં બ્રશ દ્વારા હોઠોની રૃપરેખા નક્કી કરી લો, જેથી લિપસ્ટિક બહારની બાજુ જરા પણ ફેલાયા વગર હોઠોને જાડા જાડા દેખાવા ન દે. હોઠના બંને છેડા પર થોડી પાતળી રેખા બહાર કાઢો જેથી હોઠ પાતળા લાગશે. ગરમીના દિવસોમાં સવારના સમયમાં હળવા રંગની લિપસ્ટિક લગાવવી જોઈએ. પરંતુ જો સંધ્યાનો સમય હોય તો થોડા ઘાટા રંગની લિપસ્ટિક લગાવી શકો છો. શિયાળાની ઋતુમાં સવારથી બપોર સુધી સામાન્ય ઘાટા રંગની લિપસ્ટિક લગાવી શકાય છે. ઘરે આવ્યા પછી લિપસ્ટિકને લૂછી નાખવી જોઈએ. સૂતાં પહેલાં તો તેને અવશ્ય સાફ કરી લેવી જોઈએ. લિપસ્ટિક લગાવેલા હોઠોને ક્યારે પણ એકબીજા સાથે રગડવા ન જોઈએ. હોઠ પરથી લિપસ્ટિક લૂછવા માટે સૌપ્રથમ હોઠ પર કોલ્ડ ક્રીમ અથવા તો ક્લિન્સિંગ મિલ્કને લગાવો. તેના માટે રૃના ટુકડા પર ક્રીમ કે ક્લિઝિંગ લગાવી હલકા હાથે વડે લિપસ્ટિક સાફ કરો. ત્યાર બાદ હોઠ પર મલાઈ, ઘી અથવા વેસેલિન લગાવીને સૂઈ જાઓ. જેનાથી ન તો તમારા હોઠ ફાટશે કે ન તો તે કાળા પડી જવાનો તમને ડર રહેશે. લિપસ્ટિક લગાવવા માટે લિપસ્ટિક બ્રશનો જ ઉપયોગ કરવો જોઈએ. પહેલાં બ્રશ પર લિપસ્ટિક લગાવી દો. ત્યાર પછી ઉપરના હોઠની વચ્ચેથી હોઠની બહારની તરફ બંને બાજુના છેડા સુધી લિપસ્ટિક લગાવો. હવે, નીચેના હોઠની આઉટલાઇન બનાવો અને બ્રશ વડે જ હોઠની અંદર લિપસ્ટિક ભરી દો. બે મિનિટ પછી ટિસ્યૂ પેપરને હોઠની વચ્ચે મૂકી દબાવો. જેનાથી હોઠો પર રહેલી વધારાની લિપસ્ટિકને ટિસ્યૂ ચૂસી લેશે. આટલું કર્યા પછી તમારી ઇચ્છા મુજબ લિપસ્ટિકની ઉપર લિપગ્લોસ લગાવી શકો છો. વાસ્તવમાં લિપગ્લોસનો ઉપયોગ સંધ્યાના સમયે અથવા તો, કોઈ ઉત્સવ તહેવાર અથવા તો પછી પ્રસંગના અવસર પર જ કરવો યોગ્ય રહે છે.

Related posts

આજનું જ્ઞાન

aapnugujarat

ડૉ. બાબાસાહેબ આંબેડકર : રાષ્ટ્ર વિનાશની ખાઈ તરફ

aapnugujarat

ગર્વથી કહો, આપણે ગુજરાતી!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1