Aapnu Gujarat
Uncategorized

વેરાવળમાં નકલી નોટો જમા કરાવવાનો બીજો બનાવ

વેરાવળમાં અજાણ્યા શખ્સ દ્વારા SBIનાં CDMમાં નકલી નોટો જમા કરાવવાનો તાજેતરમાં જ બીજો બનાવ નોંધાયો છે. જેમાં કેસ ડિપોઝિટ મશીનમાં રૂ. 500ના દરમી 49 નકલી નોટો જમા કરાવવામાં આવી છે. બેંક સત્તાવાળાઓએ આ મામલે વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી અજાણ્યા શખ્સો વિરુદ્ધ તપાસ હાથ ધરી છે. સપ્તાહ પૂર્વે કોડીનારમાં રૂ. 2000ના દરમી નકલી નોટો કેસ ડિપોઝિટ મશીનમાં જમા કરાવવામાં આવી હતી. તે પછી આ બીજો બનાવ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં નકલી નોટોનું મસમોટું રેકેટ ચાલતું હોવાની આશંકા હાલ સેવવામાં આવી રહી છે. સરહદી તાલુકામાં નકલી નોટો જમા કરાવવામાં આવી રહી છે.

રીપોર્ટ મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

जामनगर को १० मिलियन लीटर अधिक पानी मिलेगा

aapnugujarat

યુવા ભાજપ દ્વારા અભિયાન સન-ડે, સ્લમ-ડે શરૂ થશે

editor

રાજકોટમાં સોનાના વેપારમાં છેતરપિંડી, અનેક વેપારીઓ અને કારીગરો બન્યા શિકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1