Aapnu Gujarat
ગુજરાત

તમામ અટકાયતી પગલા છતાં ઝાડા ઉલ્ટીના ૧૭૩ કેસો થયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાને કાબુમાં લેવા વિવિધ પગલા લેવામાં આવ્યા હોવા છતાં નવા કેસ નોંધાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તંત્રના પગલા બિનઅસરકારક સાબિત થઇ રહ્યા છે. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો મે મહિનામાં ઝાડા ઉલ્ટીના ૧૭૩ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના પાંચ જ દિવસમાં ૩૯ અને ટાઇફોઇડના ૫૫ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના પાંચ જ દિવસના ગાળામાં ૭૧ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં મે મહિનામાં ૧૧૦૦ કેસ સાદા મેલેરિયાના નોંધાયા હતા. આ મહિનામાં ઝેરી મેલેરિયાના ત્રણ કેસો સપાટી ઉપર આવ્યા છે. મે ૨૦૧૭ દરમિયાન લીધેલા ૬૪૨૧૭ લોહીના નમૂના સામે પાંચમી મે ૨૦૧૮ સુધીમાં ૧૮૪૬૨ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી છે. મે ૨૦૧૭ દરમિયાન લેવામાં આવેલા ૧૩૩૯ સીરમ સેમ્પલ સામે ૫મી મે ૨૦૧૮ સુધીમાં ૨૮૮ સીરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાના અટકાયતના ભાગરુપે પાણીના મુખ્ય સ્ત્રોત અને ઘરમાંથી ચાલુ માસ દરમિયાન ૬૫૯૯ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં હાઈરિસ્ક વિસ્તારો અને કેસો નોંધાયા હોય તેવા વિસ્તારમાંથી ચાલુ માસમાં ૭૪૯ પાણીના સેમ્પલ બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટ માટે લેવામાં આવ્યા છે. ૧૩૧૬૯૦ ક્લોરીન ગોળીનું વિતરણ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગને રોકવા વિવિધ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં કેસ સપાટી ઉપર આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સતત ફેરફાર થવાના કારણે રોગચાળાના કેસોમાં વધારો થયો છે. આ અંગેની વિગત એવી છે કે,સમગ્ર રાજયની સાથે અમદાવાદ શહેરમાં પણ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં છેલ્લા કેટલાક દિવસોથી નોંધપાત્ર ફેરફાર થયા છે. વર્ષ ૨૦૧૭ દરમિયાન હેલ્થ ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા જુદા જુદા વિસ્તારમાંથી ૧૭૪૯ નમૂના લેવામાં આવ્યા હતા. એપ્રિલ ૨૦૧૮માં ૧૩૦ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા જ્યારે આઠ નમૂના તપાસવાના બાકી છે. ૧૦૮પ્રમાણિત જાહેર થયા છે. પાંચમી મે સુધીમાં ૩૧ ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા છે.

Related posts

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપવા સરકાર કટિબદ્ધ : રોંગ સાઈડ રાજુની પ્રોડક્શન ટીમને એક કરોડનો ચેક એનાયત

aapnugujarat

સાબરકાંઠા પોગલુ ખાતે પ્રધાનંત્રી મોદીના જન્મદિને સર્વોપરી નિદાન કેમ્પ યોજાયો

aapnugujarat

ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ સાથે બે ઇસમોને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

editor

Leave a Comment

UA-96247877-1