Aapnu Gujarat
રમતગમત

સરકારના આદેશથી સ્પોટ્‌ર્સ બ્રોડકાસ્ટર્સ નારાજ : રિપોર્ટ

માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા તમામ ટીવી ચેનલોના બ્રોડકાસ્ટર્સને આપેલા આદેશના લીધે તેમનામાં નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. દૂરદર્શનના ફ્રી ટુ એર પ્લેટફોર્મ ઉપર પણ આઈપીએલની મેચ ઉપલબ્ધ છે તે અંગેના સ્ક્રોલ તાત્કાલિક ધોરણે ચલાવવા માટે સ્પોટ્‌ર્સ બ્રોડકાસ્ટરને સૂચના આપ્યા બાદ તેમનામાં નારાજગી જોવા મળી રહી છે. મોટાભાગના ટીવી બ્રોડકાસ્ટર્સ અને મિડિયા નિષ્ણાતો માને છે કે, ડીડી સ્પોટ્‌ર્સ માટે ફ્રી માર્કેટિંગ કરવાના પ્રયાસ તરીકે આ ઝુંબેશ છે. બીજી બાજુ માહિતી અને પ્રસારણ મંત્રાલયના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, મેચો ડીડી ફ્રી ડિસ ડીટીએચ અને ડીડીમાં ક્ષેત્રિય નેટવર્ક પર ફ્રી ટુ એર આધાર પર મેચનું પ્રસારણ ઉપલબ્ધ છે તેવા સૂચન કરવામાં આવ્યા છે. ટીવી ચેનલોને આ પ્રકારના સ્ક્રોલ ચલાવવા પડશે. આમા એમ પણ જણાવવામાં આવ્યું છે કે, દરેક ૧૫ મિનિટમાં આ પ્રકારના સ્ક્રોલ દેખાય તેમ કહેવામાં આવ્યું છે. ભૂતપૂર્વ મંત્રી મનિષ તિવારીએ આ પ્રકારના આદેશને સ્પોટ્‌ર્સ બ્રોડકાસ્ટરોની પ્રવૃત્તિમાં દરમિયાનગીરી હોવાની વાત કરી છે. તિવારીએ કહ્યું છે કે, સ્ક્રોલ ચલાવવા માટે ટીવી ચેનલોને આદેશ કરવાની બાબત મૂળભૂત આદેશોના ભંગ તરીકે છે. ચેનલોને નાણાં ચુકવી રહેલા લોકો માટે જ આ પ્રકારની સેવા છે પરંતુ હવે આમા દરમિયાનગીરી કરવામાં આવી રહી છે. આ પ્રકારની સ્થિતિમાં જંગી નાણા ચુકવનાર ટીવી ચેનલોને નુકસાન થશે. ગ્રામિણ વિસ્તારોમાં દુરદર્શન ઉપર પણ લોકો જોઇ શકે છે. સ્પોટ્‌ર્સ બ્રોડકાસ્ટિંગ સિગ્નલો પ્રસાર ભારતી એક્ટ ૨૦૦૭ સાથે વહેંચવા માટેની બાબત ફરજિયાત છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રીય મહત્વના કોઇપણ રમતોમાં પણ પ્રાઇવેટ બ્રોડકાસ્ટરો માટે કેટલાક નિયમો રહેલા છે.

Related posts

गेंदबाजी में साझेदारियां अहम रहेंगी : रहाणे

editor

ભારતમાં કોરોનાની સ્થિતિ સુધરશે નહીં તો UAE માં થશે ટી-૨૦ વર્લ્ડ કપ : BCCI

editor

એશિયા કપ માટે ભારતની દાવેદારી મજબૂત : શેન વોટસન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1