Aapnu Gujarat
રમતગમત

ભારતમાં કોરોનાની સ્થિતિ સુધરશે નહીં તો UAE માં થશે ટી-૨૦ વર્લ્ડ કપ : BCCI

ભારતમાં જો કોરોના મહામારી કાબૂમાં નહીં આવે અને વર્ષના અંત સુધીમાં સ્થિતિ આવી જ રહેશે તો આ વર્ષે દેશમાં થનાર ટી૨૦ વર્લ્ડ કપ સંયુક્ત અરબ અમીરાતમાં એટલે કે યુએઈમાં શિફ્ટ થઈ શકે છે.
બીસીસીઆઈએ આ અંગે જાણકારી આપતા કહ્યું છે કે આ વર્ષે ૧૮ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર વચ્ચે ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. પરંતુ જે રીતે કોરોનાના કેસ દેશમાં નોંધાઈ રહ્યા છે તે જોતા ભારતમાં આ વર્લ્ડ કપ થઈ શકે તેવી શક્યતાઓ ઓછી છે.
બીસીસીઆઈના જનરલ મેનેજર ધીરજ મલ્હોત્રાએ એક મુલાકાત દરમિયાન કહ્યું હતું કે બોર્ડે હજુ પણ ભારતમાં વર્લ્ડ કપ થાય તેવી આશા છોડી નથી પરંતુ તેમણે સામાન્ય અને ખરાબ પરિસ્થિતિ પર નજર રાખવી પડશે. તેના આધારે જ આગામી આયોજન નક્કી કરવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે યૂએઈને બેકઅપ વેન્યૂ તરીકે તેમણે રાખ્યું છે. પરંતુ અંતિમ નિર્ણય બીસીસીઆઈ કશે. જણાવી દઈએ કે કોરોનાના કારણે હત વર્ષે આઈપીએલનું આયોજન પણ બીસીસીઆઈએ યૂએઈમાં કર્યું હતું.

Related posts

संजू सैमसन और पृथ्वी साव की टीम में वापसी

aapnugujarat

સ્ટાઈમૅકના અનુભવનો ભારતની ફૂટબોલ ટીમને લાભ મળશે : સુનીલ છેત્રી

aapnugujarat

પાકિસ્તાન મેચ ફિક્સિંગના લીધે ફાઈનલમાં પહોંચ્યું છે : આમિર સૌહેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1