Aapnu Gujarat
રાષ્ટ્રીય

તમામ માનવરહિત રેલવે ક્રોસિંગને ઝડપી દૂર કરાશે

દેશભરમાં રેલવે ટ્રેક ઉપર અકસ્માતોને રોકવા માટે રેલવે દ્વારા ઝડપી કામ કરવામાં આવી રહ્યું છે. રેલવે મંત્રી પિયુષ ગોયેલે ખાતરી આપતા કહ્યું છે કે, દેશભરમાં માનવરહિત લેવલ ક્રોસિંગને ઝડપથી દૂર કરવામાં આવી રહ્યા છે. રેલવે તમામ માનવ રહિત રેલવે ક્રોસિંગને માર્ચ ૨૦૨૦ સુધી દૂર કરવાની તેની મહેતલ કરવા વધુ ઝડપથી કામ કરી રહ્યું છે અને આ સમયગાળા કરતા પણ પહેલા રેલવે ક્રોસિંગ જે માનવરહિત છે તેને દૂર કરી દેવામાં આવશે. એક કાર્યક્રમમાં ભાગ લેતા તેમણે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં કુશીનગર ખાતે માનવરહિત રેલવે ક્રોસિંગ ઉપર હાલમાં ઘટેલી ઘટના ખુબ જ દુખદ છે. સ્કુલી વાન ટ્રેન સાથે અથડાઈ જતાં ૧૩ સ્કુલી બાળકોના મોત થયા હતા. પ્રધાને માહિતી આપતા કહ્યું હતું કે, હાલમાં દેશમાં ૫૭૯૨ માનવરહિત ક્રોસિંગ છે જ્યારે ૧૯૫૦૭ માનવી સાથે સંબંધિત ક્રોસિંગ છે. તેમણે કહ્યું હતું કે, કુલ માનવરહિત રેલવે ક્રોસિંગ પૈકી ૩૪૭૯ બ્રોડગેજ ઉપર સ્થિત છે જે રેલવે માટે ચિંતાજનક બાબત છે. પ્રધાને માનવરહિત ક્રોસિંગ જે બ્રોડગેજ ઉપર છે તેને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગોયેલે એમ પણ કહ્યું હતું કે, સરકાર ઝડપથી આ દિશામાં આગળ વધી રહી છે. રેલવે અધિકારીઓ તમામ પાસાઓ ઉપર અભ્યાસ સાથે આગળ વધી રહ્યા છે. બાકી ૨૫૦૦ માનવરહિત ક્રોસિંગને દૂર કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. આ તમામ ક્રોસિંગ પાંચ ઝોનમાં આવેલા છે. આ ઝોનના જનરલ મેનેજરો સાથે વાતચીત ચાલી રહી છે. વિડિયો કોન્ફરન્સિંગ સાથે પણ કેટલીક બેઠકો યોજાઈ ચુકી છે. અતિઝડપથી તમામ માનવરહિત ક્રોસિંગને દૂર કરી દેવામાં આવશે.

Related posts

સોનાના બિસ્કિટ અને અન્ય ચીજ ભેટમાં અપાશે નહીં : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા

aapnugujarat

તેજસ્વી યાદવના સુરક્ષાક્મીે પત્રકાર પર હુમલો કર્યો

aapnugujarat

મહિલા સશક્તિકરણ કોંગ્રેસનો સૌથી મહત્વપૂર્ણ એજન્ડા : ગેહલોત

editor

Leave a Comment

UA-96247877-1