Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મન કી બાત : શિસ્ત, સમર્પણ અને કઠોર પરિશ્રમથી સફળતા મળે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં પેગમ્બર મોહમ્મદ સાહેબના ઉપદેશોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, રમઝાનના પવિત્ર મહિનાની શરૂઆત થઇ રહી છે. વિશ્વભરમાં રમઝાન મહિનાને સંપૂર્ણ શ્રદ્ધા અને સન્માન સાથે મનાવવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, રોજા રાખવાના સામૂહિક પાસા પાછળ વાસ્તવિકતા એ છે કે, જ્યારે વ્યક્તિ પોતે ભુખી રહે છે ત્યારે તેને બીજા લોકોના ભુખનો પણ અનુભવ થાય છે. મોદીએ કહ્યું હતું કે, જ્યારે વ્યક્તિને બીજાની ભૂખ અને પાણીની તરસ અંગે અનુભવ થાય છે ત્યારે તે વાસ્તવિકરીતે આગળ વધે છે. મોદીએ કહ્યું હતું કે, પેગમ્બર મોહમ્મદ સાહેબના શિક્ષણ અને તેમના સંદેશાને યાદ કરવાનો સમય છે. એ વખતે એક વ્યક્તિએ પેગમ્બર સાહેબને પ્રશ્ન કર્યો હતો કે, ઇસ્લામમાં સૌથી સારી બાબત કઇ છે. આના જવાબમાં મોહમ્મદ સાહેબે કહ્યું હતું કે, કોઇ ગરીબ અને જરૂરિયાતવાળી વ્યક્તિને ભોજન કરાવવાની બાબત અને તમામ સાથે સદ્‌ભાવ સાથે મળવાની બાબત સૌથી અગત્યની છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, પેગમ્બર સાહેબ કહેતા હતા કે, અહંકાર જ્ઞાનને પરાજિત કરે છે. પેગમ્બર સાહેબ કહેતા હતા કે જો તમારી પાસે કોઇ ચીજ વધારે છે તો તેને દાન કરવામાં આવે. મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં કોમનવેલ્થ ગેમમાં ભારતના સર્વશ્રેષ્ઠ દેખાવ અને ભારતીય ખેલાડીઓની પ્રશંસા કરી હતી. મોદીએ કહ્યું હતું કે, ખેલાડીઓના શાનદાર પ્રદર્શનના કારણે દેશના લોકોનું ગર્વ વધી ગયું છે. દેશના ખેલાડીઓને તિરંગા ધ્વજ સાથે જોવાની બાબત તથા રાષ્ટ્રગીત સાંભળવાની બાબત દરેક ભારતીયોને ખુશીથી ભરી રહી હતી. મોદીએ આ કાર્યક્રમ દરમિયાન કોમનવેલ્થમાં ચંદ્રકો જીતનાર ખેલાડીઓના અભિપ્રાય પણ રજૂ કર્યા હતા. સાથે સાથે યોગ દિવસ ઉપર ચર્ચા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ૨૧મી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આની તૈયારી કરવા લાગી જવા માટે પણ અપીલ કરી હતી. મોદીએ તેમના પોતાના એનિમેટેડ વિડિયો તૈયાર કરનાર વ્યક્તિની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, એનિમેટેડ વિડિયોથી વધુ સારીરીતે યોગ સીખી શકાય છે. વિદ્યાર્થીઓને વેકેશનના ગાળા દરમિયાન વિશેષ ઇન્ટર્નશીપ માટે મોદીએ અપીલ કરી હતીઅને કહ્યું હતું કે, કેટલાક મંત્રાલયો દ્વારા સાથે મળીને સ્વચ્છ ભારત સમર ઇન્ટર્નશીપની શરૂઆત કરવામાં આવી ચુકી છે. બાળકોને આના માટે પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. સો સાથે યુજીસી તરફથી બે ક્રેડિટ પોઇન્ટ પણ આપવામાં આવશે. ટીવી કાર્યક્રમોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, દિલ્હીની ગીતા કોલોનીની ઝુંપડપટ્ટીમાં રહેનાર બાળકોના અભ્યાસની પ્રવૃત્તિનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, અહીં ભણાવનાર લોકો કિંમતી સમય કાઢીને સાથ આપી રહ્યા છે. મોદીએ આ કાર્યક્રમ દરમિયાન જુદા જુદા સેવા કામમાં લાગેલા લોકોનો ઉલ્લેખ કર્યો હતો.

 

Related posts

અહેમદ પટેલની જીત છતાં અમિત શાહનું મિશન જારી

aapnugujarat

४८ घंटे में एलओसी पर घुसपैठ की कोशिश करते ७ आतंकी ढेर

aapnugujarat

સરકારે સ્થાનિક કંપનીઓને કોરોના રસી ઉત્પાદન માટે મંજૂરી આપવી જાેઇએ : ગડકરી

editor

Leave a Comment

UA-96247877-1