Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભાજપ સાથે અન્નાદ્રમુક હાથ મિલાવી શકે :ગણતરીનો દોર

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ અને અન્નાદ્રમુક વચ્ચેના સંબંધ દિન પ્રતિદિન વધુને વધુ મજબુત બની રહ્યા છે. અન્નાદ્રમુકે ભાજપની સાથે હાથ મિલાવવા માટેના સંકેત પણ આપી દીધા છે. અન્નાદ્રમુકે કહ્યુ છે કે તેમની વચ્ચેના સંબંધ કોઇ પણ તાકાત ખરાબ કરી શકે તેમ નથી. વિપક્ષી દળો બિન ભાજપ મોરચાની રચના કરવામાં લાગેલા છે અને એનડીએના કેટલાક ઘટક પક્ષો ભાજપને આંખ દેખાડી રહ્યા છે ત્યારે અન્નાદ્રમુકનુ આ નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ માટે ખુબ મોટી રાહત તરીકે છે. તમિળનાડુમાં કાવેરી જળ વિવાદને લઇને મુખ્ય વિરોધ પક્ષ ડીએમકેના નેતૃત્વમાં રાજ્યભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે અન્નાદ્રમુકે રવિવારના દિવસે કહ્યુ હતુ કે વિરોધ પ્રદર્શન કેટલી પણ હદ સુધી થાય પરંતુ ભાજપ અને અન્નાદ્રમુક એક સાથે જ રહેશે. તેમની વચ્ચે મતભેદો ક્યારેય ઉભા થઇ શકે તેમ નથી. અન્નાદ્રમુકના મુખ પત્ર નામાદુ પુરાચી થલેવી અમ્મામાં લખવામાં આવ્યુ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારના મજબુત સંબંધને પણ કોઇ અસર કરી શકે તેમ નથી. અન્નાદ્રમુકના લોકોનુ કહેવુ છે કે કાવેરી મુદ્દા પણ ડીએમકે અને તેના સાથી પક્ષો દ્વારા કરવામાં આવેલી રહેલા વિરોધનો મુખ્ય ઉદ્ધેશ્ય ભાજપ અને તેની વચ્ચે રહેલા સારા સંબંધને ખરાબ કરવાનો છે. બન્ને પાર્ટી સાથી મળીને કામ કરવા માટે ઇચ્છુક દેખાઇ રહી છે. મુખપત્રમાં આગળ લખવામાં આવ્યુ છે કે બન્ને પાર્ટીના હાઇ કમાન્ડ દ્વારા સાથે મળીને રોડમેપ તૈયાર કરવામાં આવે તે જરૂરી છે. તે સમયની પણ માંગ છે. કાવેરી મુદ્દાનો ઉલ્લેખ કરતા પત્રમાં કહેવામાં આવ્યુ છે કે અન્નાદ્રમુક અને ભાજપના નેતૃત્વમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર સંપૂર્ણ જવાબદારી સાથે કામ કરી રહી છે. આ મુદ્દાના અંતિમ સમાધાનની દિશામાં સરકાર વધી રહી છે. અન્નાદ્રમુકે એમ પણ કહ્યુ છે કે ડીએમકેના વિરોધ પ્રદર્શનને લોકોનુ સમર્થન મળી રહ્યુ નથી. આવી સ્થિતીમાં તેમના દેખાવ બિનજરૂરી છે.

Related posts

એનઆઈએ દ્વારા હાફીઝ અને સલાઉદ્દીનનાં નામ ચાર્જશીટમાં દાખલ

aapnugujarat

યુવકનું ટિ્‌વટ -’મંગળ પર ફસાયો છું,’ સુષ્માએ કહ્યું- ’ત્યાં પણ મદદ કરીશું’

aapnugujarat

પિનરાઈ વિજયને જૂડસની જેમ કેરળ સાથે દગો કર્યો : પીએમ મોદી

editor

Leave a Comment

UA-96247877-1