Aapnu Gujarat
રાષ્ટ્રીય

એસસી-એસટી એક્ટ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશનું ભાજ૫ શાસિત રાજ્યોમાં પાલન શરૂ

એસસી-એસટી એક્ટમાં સુપ્રીમ કોર્ટના ૨૦મી માર્ચના ચુકાદા પ્રમાણે કેટલાક ફેરફારના આદેશ આપવામાં આવ્યા છે. આ આદેશ બાદ જ દેશભરમાં દલિત સમુદાય દ્વારા આનો વિરોધ થઈ રહ્યો હતો. વિપક્ષે સતત કેન્દ્ર સરકારને આના સંદર્ભે રાજકીય ઘેરાબંધીની કોશિશ કરી છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટતા કરી હતી કે કેન્દ્ર સરકાર દલિતોની ભલાઈનું કામ કરી રહી છે. પરંતુ કેન્દ્ર અને વડાપ્રધાન મોદીના દાવાથી વિપરીત ભાજપશાસિત કેટલાક રાજ્યોએ સુપ્રીમ કોર્ટના આદેશ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ.. છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરકારે સત્તાવાર રીતે રાજ્ય પોલીસને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાનો હુકમ જાહેર કર્યો છે.આ સિવાય હિમાચલ પ્રદેશે પણ અનૌપચારીકપણે આના સંદર્ભે આદેશ જાહેર કર્યો છે અને ટૂંક સમયમાં ઔપચારીક આદેશ પણ જાહેર કરી દેવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન અલગથી આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચારણા અરજી દાખલ કરવાના છે. જો કે હાલ રાજ્યો દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવામાં આવશે. ગુજરાતના દલિત નેતા અને વડગામ બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ આના સંદર્ભે મોદી સરકાર પર નિશાન સાધતા નારાજગી વ્યક્ત કરી છે. મેવાણીએ કહ્યુ છે કે આ નિર્ણય દર્શાવે છે કે વ઼ડાપ્રધાન મોદીના મોંઢામાં બાબાસાહેબનું નામ અને દિલમાં મનુ છે. ૧૪મી એપ્રિલે જે ઉજવણી કરવામાં આવી છે. તે માત્ર રાજકીય હતી. તેમણે ક્હ્યુ છે કે પહેલા દલિતોને તમાચો માર્યો અને બાબાસેહાબના વખાણ કરીને મલમ લગાડવાની કોશિશ કરાઈ હતી.

Related posts

મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસની વચ્ચે તીવ્ર સ્પર્ધા

aapnugujarat

ઘર બનાવનારને જ મોદીએ બહાર કર્યા : અડવાણી, જોશીની અવગણના મુદ્દે કેજરીવાલનાં પ્રહારો

aapnugujarat

अब छत्तीसगढ़ में कांग्रेस गाय की शरण में, अभियान शुरु हुआ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1