બોલીવુડમાં હાલ ચર્ચા થઇ રહી છે કે અભિનેત્રી ઇલિયાના ડિક્રુઝ ગર્ભવતી છે અને તે ટૂંક સમયમાં તેના બૉયફ્રેન્ડ એન્ડ્રૂ નીબોનના બાળકની માતા બનવાની છે. આ અંગેની જાણ એન્ડ્રૂની એક તસવીર દ્વારા થઇ છે. જેના કેપ્શને લોકોને વિચારતા કરી દીધાં છે. તેવામાં પોતાની પ્રેગનેન્સીને લઇને ઇલિયાનાએ પણ મૌન ધારણ કરી લીધું છે.હકીકતમાં એન્ડ્રૂએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક સુંદર તસવીર શેર કરી છે જેમાં ઇલિયાના એક બાથટબમાં આરામ કરી રહી છે આ સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું છે કે,ઘરમાં એકલા સુંદર પળો, લગભગપહવે ફેન્સ જાણવા ઇચ્છે છે કે આ લગભગનો અર્થ શું છે. તે એન્ડ્રૂની વાત કરી રહી છે કે બાળકની, જેની સાથે ઇલિયાના એકલી નથી.તાજેતરમાં જ રિલિઝ થયેલી અજય દેવગણની ફિલ્મ રેઇડના પ્રેમોશન દરમિયાન પણ ઇલિયાનું ડ્રેસિંગ આ વાતની ચાડી ખાઇ રહ્યું હતું, જેના કારણે આ અફવાઓને હવા મળી હતી. ઉલ્લેખનીય છે કે ઘણાં લાંબા સમયથી ઇલિયાના પોતાના બોયફ્રેન્ડ સાથે લિવ-ઇન રિલેશનશીપમાં રહે છે. તેમણે ચુપચાપ લગ્ન કરી લીધા હોવાની વાતો પણ સામે આવી હતી.
પાછલી પોસ્ટ