Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત રાજ્ય વિદ્યુત કામદાર સંઘના કર્મચારીઓ ૧ મેના રોજ આંદોલન કરશે

ગુજરાત રાજ્ય વિદ્યુત કામદાર સંધના કર્મચારીઓના વણઉકલ્યા પ્રશ્નોનો જો નિકાલ નહી આવે તો તેઓ પહેલી મેને મજૂર દિવસના રોજ આંદોલન પર ચિમકી ઉચ્ચારી છે. ગુજરાત રાજ્ય વિદ્યુત કામદાન સંધના કર્મચારીઓની અંબાજીમાં બેઠક મળી હતી.ગુજરાત રાજ્ય વિદ્યુત કામદાર સંઘના કર્મચારીઓ તમામ સિઝનોમાં પોતાની જાનના જોખમે લોકોને વિજપુરવઠો નિયમીત પણે પુરતો પહોંચાડવા માટે પ્રયાસો કરતાં હોય છે. પુર હોનારતમાં પણ આ સંઘ દ્વારા રૂ. ૫થી વધુનો ફંડ સરકારને આપી મદદરૂપ થતું હોય છે, કન્યા ઉત્તેજક મંડળમાં તમામ કર્મચારીઓએ એક દિવસનો પગાર આપી સહભાગી બનતું હોવા છતા પણ આ કર્મચારીઓને મળતા કાયદેસરનાં હકોને લઇ સરકાર ઉપેક્ષા સેવી રહી છે. ત્યારે આ મામલે ગુજરાત રાજ્ય વિદ્યુત કામદાર સંઘની સાત વિવિધ પાંખના અગ્રણી કર્મચારીઓની એક બેઠક રવિવારે યાત્રાધામ અંબાજીમાં મળી હતી. આ કર્મચારીઓ કુદરતી આપત્તિઓ જેવી કે ચોમાસા, ઉનાળા કે પછી વાવાઝોડા જેવી પરિસ્થિતીમાં પણ અડીખમ ઉભા રહેતાં કર્મચારીઓ સામે સરકાર નજર કરી વણઉકેલ્યાં પ્રશ્નો બાબતે દાદ માંગી છે.તો આ સિવાય જે એરીર્યસનો હપ્તો અન્ય સરકારી કર્મચારીઓને ચુકવાય છે, પરંતુ જી.ઇ.બી.નાં કર્મચારીઓને ચુકવાયાં નથી. ત્યારે આને લઇને ભારોભાર રોષ આ કર્મચારીઓમાં પ્રવર્તી રહ્યો છે. અંબાજીમાં એકત્રિત થયેલાં જી.ઇ.બી,ની સાત પાખનાં અગ્રણી નેતાઓએ આજે એક ઠરાવ કરી સરકારને ચિમકી ઉચ્ચારી છે કે જો ૩૦ એપ્રિલ સુધીમાં વિદ્યુત કામદાર સંઘનાં પ્રશ્નોનો નિકાલ નહીં લાવવામાં આવે તો આગામી ૦૧ મેના રોજ મજૂર દિવસે સવારે ૦૯.૦૦ કલાકે રાજ્યભરનાં સર્કલો ઉપર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. જેમાં પણ તેમને ખાસ ઉમેર્યુ હતુ કે અમારા આંદોલન પ્રજાને હેરાન કર્યા વગર ગાંધી ચિંધ્યા માર્ગના જ રહેશે.

Related posts

દાહોદમાં પ્રેમીએ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી

editor

ગુજરાતમાં કરોડોનો છે પતંગ ઉદ્યોગ

aapnugujarat

ગીરમાં વન વિભાગે ૫૦૦થી વધુ કૃત્રિમ વોટર પોઈન્ટસ તૈયાર કર્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1