Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં જળસંકટ ઘેરું બનવાના એંધાણ

વર્તાઇ રહી છે.લોકો પાણી માટે વલખાં મારી રહ્યાં છે. આગામી દિવસોમાં ગુજરાતમાં જળસંકટ ઘેરુ બને તેવા એંધાણ સર્જાયા છે. રાજ્યમાં ૨૫ ડેમો તો સુકાભઠ્ઠ બન્યાં છે.
રાજ્યના ૧૨૫ ડેમોમાં ૨૫ ટકા કરતાંય ઓછુ પાણી રહ્યુ છે જયારે ૭૬ ડેમોમાં તો પાણીના તળિયા દેખાઇ રહ્યાં છે કેમકે,માત્ર દસ ટકા કરતાંય ઓછુ પાણી બચ્યુ છે.નર્મદાડેમમાં માત્ર ૩૨.૬૪ ટકા પાણી જ બચ્યું છે, સૌરાષ્ટ્ર,કચ્છમાં ડેમો તળિયાઝાટક, ડેમો સૂકાતા જાય છ ેરાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં પાણી વિના લોકોની સ્થિતી કફોડી બની રહી છે. શહેરોમાં પાણીના પોકારો ઉઠયા છે.રાજ્યમાં કુલ ૨૦૩ ડેમોમાં ૫૬૧૩.૨૪ મિલિયન ઘનફુટ પાણીનો જથ્થો બચ્યો છે. ખાસ કરીને કચ્છ-સૌરાષ્ટ્રના ડેમોમાં પાણીનો જથ્થો ઘણો ઓછો રહ્યો છે.કચ્છમાં ૨૦ ડેમોમાં માત્ર ૧૭.૩૩ ટકા જયારે સૌરાષ્ટ્રમાં ૨૨.૭૨ ટકા જ પાણી બચ્યુ છે. ઉત્તર ગુજરાતમાં ય ૧૫ ડેમોમાં ૩૩.૮૧ ટકા પાણીનો સંગ્રહ ઉપલબ્ધ છે.દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમોમાં ૩૫.૪૩ ટકા પાણી સંગ્રહાયેલુ છે.ઉત્તર ગુજરાતમાં મોટા જળાશય ધરોઇમાં અત્યારે ૨૫.૧૭ ટકા પાણી બચ્યુ છે. આ જ પ્રમાણે,ભાવનગરના શેત્રુજી ડેમમાં ૨૦.૧૩ ટકા જયારે રાજકોટના ભાદર ડેમમાં ૨૪.૦૪ ટકા પાણી રહ્યુ છે. મોરબીના મચ્છુ ડેમમાં ૨૧.૩૨ ટકા પાણી જ ઉપલબ્ધ છે. છોટાઉદેપુરના સુખીડેમમાં માત્ર ૧૦.૩૫ ટકા પાણી રહ્યુ છે. આમ,ડમોમાં પાણીની સપાટી ઘટતી જઇ રહી છે.ભાવનગર, જામનગર, અમરેલી, બોટાદ, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જેવા જિલ્લાઓના ડેમોમાં ૨૦ ટકા કરતાંય ઓછુ પાણી રહ્યુ છે.મોટા જળાશયોમાંથી પીવાનુ પાણી આપવામાં આવી રહ્યુ છે ત્યારે ડેમોમાં પાણીની સપાટી ઘટી રહી છે તે જોતાં જુલાઇ સુધીમાં પાણીની સમસ્યા વધુ વકરી શકે છે. આ તરફ,પાણી પુરવઠા મંત્રીએ દાવો કર્યો છેકે, જુલાઇ સુધીમાં ગુજરાતમાં પાણીની તંગી સર્જાશે નહીં.

Related posts

અમદાવાદમાં માલધારી યુવા ક્રાંતિ સભામાં હોબાળો

aapnugujarat

કૃષિ-ખેડૂત કલ્યાણ ફાળવણી બજેટમાં ૧૬ ટકા સુધી ઘટી

aapnugujarat

અમદાવાદનું નામ કર્ણાવતી કરવા સામેની અરજી ખેંચાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1