Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મક્કા મસ્જિદ કેસમાં NIA પર કોંગ્રેસ-ઓવૈસીના પ્રહાર

મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા (એનઆઈએ)ની ખાસ કોર્ટે આજે સ્વામી અસીમાનંદ સહિત પાંચ આરોપીઓને નિર્દોષ છોડી દીધા બાદ આને લઈને રાજકીય ઘમસાણની શરૂઆત થઈ ગઈ છે. કોંગ્રેસ અને ઓલ ઇન્ડિયા મઝલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના વડા ઓએસીએ આને લઈને એનઆઈએ પર પ્રહારો કર્યા હતા. ઓએસીએ એનઆઈએ બિન અસરકારક અને આંધળા અને બહેરા પોપટ તરીકે ગણાવીને ટીકા કરી હતી. ૂબીજા બાજુ કોંગ્રેસે પણ તપાસ સંસ્થા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. બીજી બાજુ ભાજપના નેતા સુબ્રમણ્યન સ્વામીએ યુપીએ સરકારના ગાળા દરમિયાન ભગવા આતંકવાદ શબ્દનો ઉપયોગ કરવા બદલ પૂર્વ ગૃહમંત્રી ચિદમ્બરમ ઉપર પ્રહાર કર્યા હતા. ચિદમ્બરમ સામે કેસ દાખલ કરવાની સુબ્રમણ્યન માંગ કરી હતી. તમામ આરોપીઓ છુટી ગયા બાદ એનઆઈએ સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. આખરે બ્લાસ્ટની પાછળ કોની સંડોવણી હતી અને આંમા માર્યા ગયેલા નવ લોકોની હત્યા માટે કોણ જવાબદાર છે તેવા પ્રશ્નો થઈ રહ્યા છે. ઓએસીએ કહ્યું છે કે, એનઆઈએ દ્વારા મામલામાં યોગ્ય રીતે તપાસ કરવામાં આવી નથી. તેમણે કહ્યું હતું કે, જુન ૨૦૧૪ બાદ મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં મોટા ભાગના સાક્ષીઓ ગુલાટ માળી ગયા હતા. એનઆઈએ દ્વારા કેસને અપેક્ષા મુજબ હાથ ધર્યો ન હતો. રાજકીય માસ્ટર દ્વારા તેમને યોગ્ય રીતે કામ કરવાની તક આપી નથી. ઓએસીએ એમ પણ કહ્યું હતું કે, જ્યાં સુધી અપરાધિક મામલામાં પક્ષપાત થશે ત્યાર સુધી ન્યાય થઈ શકશે નહીં. ઓએસીએ કહ્યું હતું કે, એનઆઈએ અને મોદી સરકાર દ્વારા આરોપીઓને મળેલા જામીનની સામે આપીલ પણ કરી ન હતી. સંપૂર્ણ પણે પક્ષપાતી તપાસ કરવામાં આવી હતી. આના કારણે આતંકવાદની સામે લડાઈ નબળી પડી હતી. સ્વામીએ કહ્યું હતું કે, મામલામાં ચિદમ્બરમ સામે કેસ દાખલ કરવામાં આવે તે જરૂરી છે.

Related posts

રાજ્યની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે: તેલંગણા હાઇકોર્ટ

editor

BJP can never defeats Telangana’s ruling TRS : Owaisi

aapnugujarat

Sudhanshu Trivedi and Satish Dubey to be BJP candidate for Rajya Sabha

aapnugujarat

Leave a Comment

UA-96247877-1