Aapnu Gujarat
બિઝનેસ

જિયોનો નવો ધમાકો, સિમ કાર્ડ વાળા લેપટોપ લોન્ચ કરશે

રિલાયન્સ જિયોએ પહેલા ૪જી વૉલટી સાથે ભારતીય ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવી દીધી છે. ત્યારબાદ ગયા વર્ષે ૪ય્ ફીચર ફોનને લોન્ચ કર્યા બાદ જિયોએ એક નવી ઉપલબ્ધિ મેળવી છે. લાઈફ સીરિઝના સ્માર્ટફોન્સ માર્કેટમાં પહેલાથી જ ઉપલબ્ધ હતા. ત્યારે હવે કંપની સિમ કાર્ડ વાળા લેપટોપ લોન્ચ કરવાની તૈયારીમાં છે. સિમ કાર્ડ વાળા લેપટોપ લોન્ચ કરીને રિલાયન્સ જિયો એવરેજ રેવન્યુ પર યુઝર વધારશે.આ અંગે જાણવા મળ્યું હતું કે મુકેશ અંબાણીના નેતૃત્વ વાળી જિયો કંપની હાલમાં અમેરિકાની મોટી ચિપ મેન્યુફેક્ચરિંગ કંપની ક્વૉલકોમ સાથે વાતચીત કરી રહી છે. આ લેપટોપ વિન્ડોઝ ૧૦ ઓએસ પર કામ કરશે અને ઈન્ડિયન માર્કેટ માટે તેને બિલ્ટ-ઈન સેલ્યુલર કનેક્શન સાથે લોન્ચ કરાશે. ક્વૉલકોમ પહેલાથી ૪જી ફીચર ફોન માટે જિયો અને રિલાયન્સ રિટેલ સાથે કામ કરી રહી છે.ક્વૉલકોમ ટેક્નોલોજીઝના પ્રોડક્ટ મેનેજમેન્ટ, સીનિયર ડિરેક્ટર મીગલ નન્સે જણાવ્યું કે, અમે જિયો સાથે વાતચીત કરી રહ્યા છીએ. તે અમારી પાસેથી ડિવાઈસ લઈને તેને ડેટા અને કન્ટેન્ટ સાથે બંડલ કરી શકે છે. આ સિવાય ચિપ મેન્યુફેક્ચરર ઇન્ટરનેટ ઓફ થિંગ્સ બ્રાન્ડ સ્માર્ટ્રોન સાથે સેલ્યુલર કનેક્ટિવિટી વાળા સ્નેપડ્રેગન ૮૩૫ વાળા લેપટોપને લોન્ચ કરવા માટે પણ વાત કરી રહી છે અને સ્માટ્રોને પણ આ વાતની પૃષ્ટિ કરી છે.ઇકોનોમિક ટાઇમ્સે તેની પુષ્ટિ કરવા માટે જીયોને સંપર્ક કર્યો હતો, પરંતુ જીયો તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. ઉલ્લેખનીય છે કે, જિયો દેશભરમાં પોતાની સિસ્ટર કંપની રિલાયન્સ રિટેલના માધ્યમથી વાઈફાઈ ડોંગલ્સ, લાઈફ સ્માર્ટફોન અને ૪ય્ ફીચર ફોન વેચે છે. કાઉન્ટરપોઈન્ટના ડેટા અનુસાર, ભારતમાં લગભગ પચાસ લાખ લેપટોપ દર વર્ષે વેચવામાં આવે છે. તેમાંથી મોટાભાગના લેટોપને હોમ અથવા પબ્લિક વાઈ-ફાઈની મદદથી કનેક્ટ કરવામાં આવે છે.

Related posts

FPI દ્વારા મે મહિનામાં ૩૨૦૭ કરોડ પાછા ખેંચાયા

aapnugujarat

સેન્સેક્સ-નિફ્ટી રેડ ઝોનમાં થયા બંધ

editor

એમેઝોન ભારતમાં ૧૦૦૦ લોકોની ભરતી કરવા તૈયાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1