Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કર્ણાટક ચૂંટણીમાં શાહની નજર ૩૬ સીટ પર કેન્દ્રિત

દક્ષિણ ભારતમાં જાતિ આધારિત રાજનીતી કોઇ નવી બાબત હવે રહી નથી. પરંતુ આ વખતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે તમામ એડી ચોટીનુ જોર લગાવી દીધુ છે. બન્ને કોઇ પણ રીતે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને જીતવા માટે તમામ પાસા ફેંકી રહ્યા છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી એક બાજુ તેમની પાર્ટીના હાથમાં રહેલા એકમાત્ર મોટા રાજ્યને બચાવી લેવા માટે તમામ પ્રયાસો જારી રાખ્યા છે. રાહુલ ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે. જાતિ આધારિત રાજનીતિ આ વખતની ચૂંટણીમાં વધારે દેખાઇ રહી છે. જે રીતે ધર્મ ગુરૂની દરમિયાનગીરી થઇ રહી છે તે જોતા ચૂંટણી જોરદાર રહેનાર છે. કર્ણાટકમાં ૨૨૪ સીટ માટે મતદાન આડે હવે ૩૫ દિવસનો સમય રહ્યો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસે પોત પોતાની રીતે તમામ તાકાત લગાવી દીધી છે. જે રીતે ધર્મગુરૂ આ વખતે દરમિયાનગીરી કરી રહ્યા છે તે રીતે અગાઉ ક્યારેય સ્થિતી ન હતી. કર્ણાટકના મુખ્યપ્રધાન પાર્ટીની સરકારને જાળવી રાખવા માટે લિંગાયત સમુદાયને લઘુમતી સમુદાયનો દરજ્જો આપવા માટે જાહેરાત કરી ચુક્યા છે. લિંગાયત સમુદાયને પ્રભાવિત કરવાનીમોટી જાહેરાત કરીને સિદ્ધારમૈયાએ માસ્ટર સ્ટ્રોક રમ્યો છે. આવી સ્થિતીમાં ભાજપની હાલત વધારે ફરી એકવાર કફોડી દેખાઇ રહી છે. ભાજપે પણ સૌથી મોટી દલિત વસ્તી માદીગાના પ્રમુખ મઠના સ્વામી પર નજર કેન્દ્રિત કરીને દલિત વોટ બેંકમાં ગાબડા પાડી દેવાના પ્રયાસો કર્યા છે. કર્ણાટકમાં ૨૨૪ વિધાનસભા સીટ પૈકી ૩૬ સીટ તેમની રહેલી છે.
એસસીની ૩૬ સીટ પર ભાજપ પ્રમુખ અમિત શાહે હવે ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. કર્ણાટકમાં ભાજપને વાણિયા, બ્રાહણ અને શહેરી મતદારોની પાર્ટી તરીકે ગણવામાં આવે છે. ભાજપ સૌથી વધારે લિંગાયત વોટ બેંક ધરાવે છે. લિંગાયત અને શહેરી વોટ મારફતે વિતેલા વર્ષોમાં ભાજપે કર્ણાટકમાં સત્તા હાંસલ કરી હતી. લોકસભા ચૂંટણીમાં પણ ભાજપે જોરદાર સીટો હાંસલ કરી હતી. મુખ્યપ્રઘાન સિદ્ધારમૈયા દલિતો પર સારુ પ્રભુત્વ ધરાવે છે. આવી સ્થિતીમાં અમિત શાહ અને ભાજપના અન્ય રણનિતીકારોને વધારે તાકાત સાથે મેદાનમાં ઉતરી જવાની તૈયારી કરવી પડશે.

Related posts

कश्मीर में 17 ऐक्सचेंज में लैंडलाइन सेवा और जम्मू में 2जी इंटरनेट हुआ शुरू

aapnugujarat

Lok Sabha passes The Consumer Protection Bill 2019

aapnugujarat

छत्तीसगढ़ में नक्सलियों की साजिश को सुरक्षा बल के जवानों ने किया नाकाम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1