Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

બજારમાં તેજી : સેંસેક્સ ૧૬૨ પોઇન્ટ સુધરી બંધ રહ્યો

શેરબજારમાં આજે રેંજ આધારિત કારોબાર જોવા મળ્યો હતો. કારોબારના અંતે સેંસેક્સ ૧૬૨ પોઇન્ટ રિકવર થઇને ૩૩૭૮૮ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૦૩૭૯ની સપાટીએ રહ્યો હતો તેમાં ૪૮ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. શેરબજારમાં આગામી ત્રિમાસિક ગાળાના પરિણામની સિઝન અને માઇક્રો ઇકોનોમિક ડેટાને લઇને ઉત્સુકતા વધી ગઈ છે. શેરબજારની દિશા નક્કી કરવામાં આ આંકડા મહત્વની ભૂમિકા અદા કરનાર છે. વૈશ્વિક બજારમાં આજે ઉતારચઢાવની સ્થિતિ રહી હતી. એકબાજુ ડાઉજોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજમાં ૫૭૨ પોઇન્ટનો કડાકો બોલી જતાં તેની સપાટી ૨૩૯૩૩ રહી હતી જ્યારે એસએન્ડપી ૫૦૦માં ૫૯ પોઇન્ટનો ઘટાડો થતાં તેની સપાટી ૨૬૦૪ રહી હતી. નાસ્ડેક કમ્પોઝિટમાં ૧૬૧ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો. બજાર પર જુદા જુદા પરિબળોની અસર રહેનાર છે. ગુરુવારના દિવસે સરકાર દ્વારા ફેબ્રુઆરી મહિના માટેના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડેટા જાહેર કરવામાં આવનાર છે. જાન્યુઆરી મહિનામાં આ આંકડો ૭.૫ ટકા પહોંચ્યો હતો જે અગાઉના મહિનામાં ૭.૧ ટકા હતો. આવી જ રીતે માર્ચ ૨૦૧૮ માટે સીપીઆઈ ઉપર આધારિત ફુગાવાના આંકડા ૧૨મી એપ્રિલના દિવસે જારી કરવામાં આવનાર છે. રિટેલ ફુગાવાનો આંકડો ફેબ્રુઆરી મહિનામાં ૪.૪૪ ટકા રહ્યો હતો જે તેના અગાઉના મહિનામાં ૫.૧ ટકા હતો. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરને લઇને વધતી દહેશતની અસર પણ દેખાઈ રહી છે. ચીન અને અમેરિકા દ્વારા એકબીજા ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. વૈશ્વિક પરિબળોની અસર પણ જોવા મળનાર છે. અત્રે નોંધનીય છે કે, શેરબજારમાં શુક્રવારના દિવસે ફ્લેટ કારોબાર રહ્યો હતો. મૂડીરોકાણકારો અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરને લઇને સાવધાન રહેલા છે અને રોકાણ કરવાના મૂડમાં દેખાઈ રહ્યા નથી. શુક્રવારે બીએસઈ સેંસેક્સ ૩૦ પોઇન્ટ ઉછળીને ૩૩૬૨૭ની સપાટીએ રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફટી ઇન્ડેક્સ ૬ પોઇન્ટ ઉછળીને ૧૦૩૩૧ની સપાટીએ રહ્યો હતો. એકંદરે છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સેંસેક્સમાં ૬૫૮ પોઇન્ટ સુધારો નોંધાયો હતો જ્યારે નિફ્ટીમાં ૨૧૮ પોઇન્ટનો સુધારો નોંધાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આરબીઆઈની વર્ષ ૨૦૧૮-૧૯ની તેની પ્રથમ દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા છઠ્ઠી એપ્રિલના દિવસે જારી કરવામાં આવી હતી જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ, બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યા હતા. તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. કેટલાક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની અસર હવે નાણાંકીય વર્ષ ૨૦૧૯માં જોવા મળશે.એપ્રિલ-મે ૨૦૧૯માં સામાન્ય ચૂંટણી પણ યોજાનાર છે.

Related posts

હવે ૯૧ ડિફોલ્ટર્સોના દેશ છોડવા પર બ્રેકની તૈયારી

aapnugujarat

राहुल की तीन दिन की गुजरात यात्रा आज से शुरू

aapnugujarat

જનરલ ક્વોટા : અરજી પર ૨૮મી માર્ચે સુપ્રીમમાં સુનાવણી થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1