Aapnu Gujarat
ગુજરાત

સુંધા માતાના પગપાળા યાત્રા સંઘનું ભવ્યરીતે પ્રસ્થાન થયું

સુંધા માતાના પગપાળા યાત્રા સંઘનું ભવ્યરીતે પ્રસ્થાન થયુંરાજસ્થાનના સુપ્રસિધ્ધ સુંધા માતાજીના દર્શનાર્થે આજે અમદાવાદ શહેરમાંથી પગપાળા યાત્રા સંઘનું સતત દસમા વર્ષે ભારે ભકિતાવ અને ધાર્મિક આસ્થાભર્યા માહોલમાં પ્રસ્થાન કરાવાયું હતું. નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીના કુબેરનગર સ્થિત નિવાસસ્થાનેથી પગપાળા યાત્રા સંઘનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન મહારાજ ગુણવાનંદ નોટીઆલ ટેહરી ગઢવાલના વરદહસ્તે કરાવવામાં આવ્યુ હતું. અમદાવાદથી નીકળેલો આ પગપાળા યાત્રા સંઘ ૩૦૦ કિલોમીટરનું અંતર કાપીને તા.૧૮મી એપ્રિલે અખાત્રીજના દિવસે રાજસ્થાન સુંધા માતા પહોંચશે. જયાં સંઘના શ્રધ્ધાળુઓ દ્વારા સુંધા માતાને ધજા ચઢાવી મહાઆરતી કરાશે. નોંધનીય વાત તો એ છે કે, નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી તેમના પરિવાર સાથે આ સંઘમાં ચાલતા જોડાયા હતા. છેલ્લા દસ વર્ષથી તેઓ સુંધા માતાના દર્શનાર્થે આ પગપાળા યાત્રા સંઘમાં જાય છે. સુંધા માતાજીના આજના પગપાળા યાત્રા સંઘના પ્રસ્થાન પ્રસંગે રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કુબેરનગરના મ્યુનિસિપલ કાઉન્સીલર કિશોર થાવાણી, સમાજના અગ્રણીઓ જેઠમલ જેતાજી નાગર સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સુંધા માતાજીના પગપાળા યાત્રા સંઘના પ્રસ્થાન પ્રસંગે નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ જણાવ્યું હતું કે, સુંધા માતાજીના આશીર્વાદથી હું નરોડાના મારા મતવિસ્તાર અને ભાજપના વિકાસ માટે મારૂં સર્વશ્રેષ્ઠ યોગદાન આપું એ જ મારી ઇચ્છા છે. સુંધા માતાજીના આશીર્વાદથી જ અમે દર વર્ષે ચાલતા ૩૦૦ કિલોમીટર કાપી શકીએ છીએ. આટલું લાંબુ અંતર કાપવાની શકિત અમને સુંધા માતાજી જ આપે છે. તેમણે ઉમેર્યું કે, અગાઉના વર્ષોમાં તેઓ મોટા ચિલોડા ખાતે પદયાત્રિકો માટે નવ-નવ દિવસના કેમ્પ લગાવતાં હતા, તેમાં પદયાત્રિકોની ધાર્મિક આસ્થા અને તેમનો અનન્ય સમર્પણ ભાવ જોઇને મને પણ સુંધા માતાજીના દર્શન માટે પગપાળા જવાની પ્રેરણા મળી બસ ત્યારથી છેલ્લા દસ વર્ષથી આ પગપાળા સંઘ યાત્રા ચાલી આવે છે. આ પ્રસંગે રાજયના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, કોઇપણ વ્યકિતએ જીવનમાં ભૌતિક સુખો કે સફળતાની દોડ વચ્ચે ધાર્મિક આસ્થા અને ભકિતના મૂલ્યોનું અનુસરણ કરવું જોઇએ કારણ કે, તેનાથી જ વ્યકિત સાચા અર્થમાં સુખ અને શાંતિ પામી શકે છે. બલરામભાઇએ લોકોમાં ધર્મની જે આસ્થા જગાવી છે તે જોતાં હું તમામ પદયાત્રિકોને અભિનંદન આપું છું અને તેમને વંદન કરું છે. ચુડાસમાએ સુંધા માતાજીની આશીર્વાદથી આ વખતે ગુજરાતમાં ચોમાસુ ખૂબ સારૂ જાય અને ગુજરાતની પ્રજા સુખી થાય તેવી કામના પણ કરી હતી. આજે સવારે પગપાળા યાત્રા સંઘનું બલરામ થાવાણીના નિવાસસ્થાનેથી પ્રસ્થાન કરાવતાં પહેલાં થાવાણી અને તેમના પરિવારજનો દ્વારા વિધિવત્‌ પૂજા અને ત્યારબાદ સુંધા માતાજીના રથની ભારે ભકિતભાવ સાથે પૂજા અને ભવ્ય આરતી કરવામાં આવી હતી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના અન્ય આમંત્રિત મહાનુભાવોએ પણ માતાજીની આરતી ઉતારી હતી. એ પછી પગપાળા યાત્રા સંઘ ભાર્ગવ રોડથી કુબેરનગર થઇને નીકળ્યો હતો, જયાં માર્ગોમાં ઠેર-ઠેર સંઘનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સંઘમાં ૨૦૦ જેટલા શ્રધ્ધાળુ ભાઇઓ અને બહેનો જોડાયા હતા. ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ ઉમેર્યું હતું કે, આ પગપાળા યાત્રા સંઘ દસમા દિવસે ૩૦૦ કિલોમીટર અંતર કાપીને તા.૧૮મી એપ્રિલે અખાત્રીજના દિવસે રાજસ્થાન સ્થિત સુપ્રસિધ્ધ સુંધા માતાજીના મંદિરે પહોંચશે, સવારે ૯-૦૦ કલાકે માતાજીના મંદિરે ધજા ચઢાવી અને મહાઆરતી કરવામાં આવશે. આ પ્રસંગે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Related posts

પાટીદાર અનામત મુદ્દે ભાજપે ડીલ કર્યુ નથી તે દુઃખદ : જેડીયુ પ્રવક્તા કે.સી. ત્યાગી

aapnugujarat

ઊંઝા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શાંતાબેન પટેલ ભાજપમાં જોડાયા

aapnugujarat

છોટાઉદેપુર જિલ્લાના રાયપુર ગામમાં મહિલા પર દીપડાએ હુમલો કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1