Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઉત્તરાખંડમાં હોલસેલ કરિયાણાની દુકાન પર પણ મળશે દારુ : ભાજપ સરકારે આપી મંજૂરી

ઉત્તરાખંડમાં ભાજપ સરકારે આબકારી નીતિઓમાં ઘણા પ્રકારના સંશોધન કર્યા છે. જે હેઠળ હવે વિદેશી દારુ અને વાઇન શેરીઓમાં આવેલ હોલસેલની દુકાનો પર પણ મળી શકશે. દારુનું લાયસન્સ મેળવવા માટે પાંચ લાખ રૂપિયા ફી ભરવી પડશે અને તેના માટે દુકાનનું વાર્ષિક ટર્ન ઓવર ૫૦ લાખ રૂપિયા હોવું જોઈએ. લાયસન્સને રિન્યુ કરવાનો સમયગાળો પણ એક વર્ષથી વધારી ત્રણ વર્ષ કરવામાં આવ્યો છે.ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.
કેબિનેટ મંત્રી મદન કૌશિકના જણાવ્યા અનુસાર સંશોધિત આબકારી નીતિ અનુસાર ૨૦ રૂપ સુધીની હોટલને આપવામાં આવતા લીકર પરમિટની ફી પાંચ લાખથી ઘટાડી ત્રણ લાખ રૂપિયા કરવામાં આવી છે. આ સાથે જ ત્રણ વર્ષની લાયસન્સ ફી એક સાથે જમા કરવવા પર દસ ટકા છૂટની જોગવાઇ કરવામાં આવી છે. સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલા પાછળ નફો કમાવવાનો ઉદ્દેશ્ય નથી પરંતુ ગેરકાયદે દારુના થતા વેચાણને અટકાવવાનો હેતુ છે.ઉત્તરાખંડમાં વિદેશી દારુ વેચનારા ડિપાર્ટમેન્ટલ સ્ટોરની લાયસન્સ ફી ત્રણ લાખથી વધારી પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે. જો કે વાર્ષિક ટર્નઓવરની મર્યાદા પાંચ કરોડથી ઘટાડી પચાસ લાખ તથા હોટલ, રેસ્ટોરા અને બાર માટે ભોજનનું વાર્ષિક વેચાણ બાર લાખથી ઘટાડી દસ લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા ઉત્તરાખંડમાં ખાસ લોકોને જ દારુની પરમિટ આપવામાં આવે છે તેવા આક્ષેપો ભાજપ દ્વારા નિયમોમાં છૂટછાટ કરાઇ છે.

Related posts

મહિલાએ પ્રેમનો ઇન્કાર કરતા યુવકે પ્રાઇવેટ પાર્ટમાં ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી

aapnugujarat

લાઉડસ્પીકર પર અઝાન ચાલુ રહી તો હનુમાન ચાલીસા પણ ચાલતી રહેશે : રાજ ઠાકરે

aapnugujarat

જાતિવાદી વસ્તી ગણતરીની અખિલેશ દ્વારા માંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1