Aapnu Gujarat
Uncategorized

સોમનાથ મંદિર લઇ થયો ચોંકાવનારો ખુલાસો જાણી તમે પણ ચોંકી જશો

બાર જયોતિર્લિંગમાં પ્રથમ સ્થાને બિરાજમાન દેવાધિદેવ શંકર ભગવાનના સ્વયંભૂ સોમનાથ મહાદેવ મંદિરના નાનકડા ખોદકામ દરમિયાન મંદિર પુરાતની હોવાનો વધુ એક પુરાવો મળ્યો છે. મંદિરમાં મળેલા પથ્થરો ૧૪૦૦ વર્ષ પુરાણા હોવાનું બહાર આવ્યું છે. સોમનાથ મંદિર પરિસરમાં ટ્ર્‌સ્ટ દ્વારા ખોદકામ કરાયું હતું. ભૂગર્ભમાંથી પથ્થરો નીકળતા જે તે સમયે જગ્યા પુરી દેવાઈ હતી, બાદમાં વધુ ખોદકામ કર્યા સિવાય અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ભૂગર્ભમાં મૂર્તિ, ગુફા, મંદિર, દિવાલ હોવાનું રિસર્ચમાં ખુલ્યું છે. સોમનાથ મંદિર પરિસરમાં થોડા દિવસ અગાઉ ખોદકામ કરાયું હતું. ખોદકામ દરમિયાન ઐતિહાસિક વસ્તુઓ હાથ લાગતાં એ જગ્યા પુરી દેવાઈ હતી. ટ્રસ્ટને જુદી જુદી ચાર જગ્યા પર ભૂગર્ભમાં કંઈક દટાયું હોવાનું લાગ્યું હતું. બાદમાં ત્યાં ખોદકામ કર્યા સિવાય શું દટાયેલું છે તે જાણવા માટે ગાંધીનગર આઈઆઈટીની વિર્દ્યાથિની સિલ્કી અગ્રવાલનો ટ્રસ્ટે સંપર્ક કર્યો હતો. આ વિદ્યાર્થીની આ પ્રકારના રિસર્ચ કરવાની આવડત ધરાવે છે. પરિસરમાં આવેલી બુદ્ધિષ્ટ ગુફાની બાજુમાં બીજો એક રસ્તો હોઈ શકે છે જે ગુફાને એકબીજા સાથે જોડે છે. ઉપરાંત મંદિરના મેઇન ગેટ પાસે પથ્થર, દિવાલ કે મૂર્તિ ચોક્કસપણે મળી આવી શકે છે તેમ જી.પી.આર.ની મદદથી શોધી શકાયું છે. આ વિદ્યાર્થીનીએ મંદિરના બે હજાર સ્કવેર મીટર વિસ્તારમાં ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડારની મદદથી ૧૪૦૦ વર્ષ જૂની દિવાલ, મૂર્તિ અને પથ્થરો હોવાનું શોધી કાઢયું હતું. ૮૦૦ વર્ષ જૂના પથ્થરો મળી આવ્યાં સોમનાથ મંદિર ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવતું મંદિર છે. ટ્રસ્ટ દ્વારા એક વર્ષ અગાઉ પરિસરમાં બાંધકામ માટે ખોદકામ કરાયું હતું તે વખતે જમીનમાંથી ૮૦૦ વર્ષ જૂના પથ્થરો મળી આવ્યાં હતાં. ભૂગર્ભમાંથી ઈતિહાસના કોઈ તથ્યો ખુલી શકે તેવા અનુમાન સાથે ટ્રસ્ટે આઇ.આઇ.ટી. ગાંધીનગરનો સંપર્ક કર્યો હતો ત્યાંની વિર્દ્યાથિની જીપીઆર પર કામ કરતી હોય તેને પ્રોજેક્ટ સોંપાયો હતો. પુરાતત્ત્વ વિભાગને જાણ કરાઈ હતી સોમનાથ મંદિરના પરિસરના પેટાળમાં ઐતિહાસિક રસ્તો, ર્મૂતિ કે દિવાલ હોવાની જાણ પુરાતત્ત્વ વિભાગને કરાઈ હતી. જો કે ત્યાંથી કોઈ જવાબ નહીં આવતા હાલ મંદિરમાં કંઈ પણ નવું બાંધકામ કરી શકાયું નથી.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)

Related posts

ગીર સોમનાથ જીલ્લા સમસ્ત કડીયા સમાજનુ સંમેલન યોજાયુ

aapnugujarat

દ્વારકા ખાતે ધારાસભ્‍યશ્રી પબુભા માણેક દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા અને શ્રી કોટી વિષ્‍ણુ મહાયજ્ઞમાં હાજરી આપતા મુખ્‍યમંત્રી

aapnugujarat

અમદાવાદમાં પાણીજન્ય – મચ્છરજન્ય રોગચાળો વકર્યો

editor

Leave a Comment

UA-96247877-1