Aapnu Gujarat
બિઝનેસ

લેમનટ્રી હોટેલ્સના શેર આજે શેરબજારમાં લિસ્ટેડ થશે

હોસ્પિટાલીટી ચેઇન લેમનટ્રી હોટેલ્સ દ્વારા આવતીકાલે સોમવારના દિવસે શેરબજારમાં તેના શેરોની લિસ્ટેડને લઇને ઉત્સુકતા દર્શાવવામાં આવી છે. લેમનટ્રી હોટેલ્સના શેર શેરબજારમાં લિસ્ટ થવા જઇ રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, આ કંપનીને ૧૦૩૮.૬૮ કરોડ રૂપિયાનો આઈપીઓ ૧.૧૯ ગણો છલકાઈ ગયો હતો. ૨૬મીથી લઇને ૨૮મી માર્ચના ગાળા દરમિયાન લોકો માટે આ આઈપીઓ ખુલ્લો કરવામાં આવ્યો હતો. ઓફર માટે પ્રાઇઝ બેન્ડની કિંમત પ્રતિ ઇક્વિટી શેર ૫૪થી લઇને ૫૬ રૂપિયા રાખવામાં આવી હતી. લેમનટ્રી હોટેલ્સ ત્રણ કેટેગરીમાં રુમની ઓફર કરે છે જેમાં લેમનટ્રી પ્રિમિયર, લેમનટ્રી હોટેલ્સ મિડસ્કેલ અને રેડફોક્સ ઇકોનોમિ સેગ્મેન્ટનો સમાવેશ થાય છે. તેના રૂમની સરેરાશ ભરવા માટેની ટકાવારી ૭૭ ટકાની રહી છે. આ ઉપરાંત માર્ચ મહિનામાં અમેરિકામાં જોબના ડેટા જારી કરવામાં આવ્યા હતા જે મુજબ ગયા મહિનામાં અમેરિકામાં ૧૦૩૦૦૦ નોકરીનો ઉમેરો થયો હતો. વોલસ્ટ્રીટના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે, આ વધારો ૧૮૫૦૦૦ સુધીનો રહી શકે છે. જો કે, બેરોજગારીનો દર સતત છઠ્ઠા મહિનામાં ૪.૧ ટકાનો રહ્યો છે. સોમવારના દિવસે જ્યારે કારોબાર શરૂ થશે ત્યારે આ વૈશ્વિક પરિબળોની અસર પણ દેખાશે. આ ઉપરાંત નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ પર ફેર મંત્રણાને લઇને પ્રગતિ કેટલી રહેશે તેની ચર્ચા પણ છે. અમેરકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, મેક્સિકોના પ્રમુખ નિટો અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આ સપ્તાહના અંતે પેરુમાં મળ્યા હતા. આગામી દિવસોમાં વૈશ્વિક ઘટનાક્રમની સાથે સાથે સ્થાનિક પરિબળોની અસર પણ દેખાશે.

Related posts

મુકેશ અંબાણીએ કંપની વેચવા કાઢી

aapnugujarat

दुनिया के ७५ फीसदी नए अरबरपति भारत-चीन से

aapnugujarat

FPIનો ડેબ્ટ માર્કેટમાં આત્મવિશ્વાસ અકબંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1