Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

શેરબજારમાં માઇક્રો ડેટાના આંક વચ્ચે ઉથલપાથલ રહેવાના સંકેત

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન આશરે બે ટકાની આસપાસનો ઉછાળો નોંધાયો હોવા છતાં આવતીકાલથી શરૂ થતાં કારોબાર દરમિયાન શેરબજારમાં જુદા જુદા પરિબળો હેઠળ ઉથલપાથલ રહી શકે છે. આરબીઆઈએ નાણાંકીય વર્ષ ૨૦૧૯ માટે તેની પ્રથમ દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષામાં જીડીપી ગ્રોથ માટેની આગાહીમાં વધારો કર્યો હતો. સાથે સાથે વર્ષ ૨૦૧૮-૧૯ માટે સીપીઆઈ ફુગાવાનો આંકડો સુધારીને ૪.૭-૫.૧ ટકા કરવામાં આવ્યો છે. આ પરિબળોની અસરની સાથે સાથે ત્રિમાસિક ગાળાના કંપનીના પરિણામો, માઇક્રો ડેટા અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ નિર્ણયને લઇને તેની અસર જોવા મળી શકે છે. આઈટીની મહાકાય કંપની ઇન્ફોસીસ શુક્રવારના દિવસે માર્ચ ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરનાર છે. કોટક સિક્યુરિટીએ રિસર્ચ રિપોર્ટમાં કહ્યું છે કે, ચોથા ત્રિમાસિક ગાળામાં પરિણામો માર્ચ ૨૦૧૭ કરતા સારા રહેશે. રૂપિયા સામે ડોલરમાં ઘટાડો થયો છે. ગુરુવારના દિવસે સરકાર દ્વારા ફેબ્રુઆરી મહિના માટેના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડેટા જાહેર કરવામાં આવનાર છે. જાન્યુઆરી મહિનામાં આ આંકડો ૭.૫ ટકા પહોંચ્યો હતો જે અગાઉના મહિનામાં ૭.૧ ટકા હતો. આવી જ રીતે માર્ચ ૨૦૧૮ માટે સીપીઆઈ ઉપર આધારિત ફુગાવાના આંકડા ૧૨મી એપ્રિલના દિવસે જારી કરવામાં આવનાર છે. રિટેલ ફુગાવાનો આંકડો ફેબ્રુઆરી મહિનામાં ૪.૪૪ ટકા રહ્યો હતો જે તેના અગાઉના મહિનામાં ૫.૧ ટકા હતો. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરને લઇને વધતી દહેશતની અસર પણ દેખાઈ રહી છે. ચીન અને અમેરિકા દ્વારા એકબીજા ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. વૈશ્વિક પરિબળોની અસર પણ જોવા મળનાર છે. અત્રે નોંધનીય છે કે, શેરબજારમાં શુક્રવારના દિવસે ફ્લેટ કારોબાર રહ્યો હતો. મૂડીરોકાણકારો અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરને લઇને સાવધાન રહેલા છે અને રોકાણ કરવાના મૂડમાં દેખાઈ રહ્યા નથી. શુક્રવારે બીએસઈ સેંસેક્સ ૩૦ પોઇન્ટ ઉછળીને ૩૩૬૨૭ની સપાટીએ રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફટી ઇન્ડેક્સ ૬ પોઇન્ટ ઉછળીને ૧૦૩૩૧ની સપાટીએ રહ્યો હતો. એકંદરે છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સેંસેક્સમાં ૬૫૮ પોઇન્ટ સુધારો નોંધાયો હતો જ્યારે નિફ્ટીમાં ૨૧૮ પોઇન્ટનો સુધારો નોંધાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આરબીઆઈની વર્ષ ૨૦૧૮-૧૯ની તેની પ્રથમ દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા છઠ્ઠી એપ્રિલના દિવસે જારી કરવામાં આવી હતી જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ, બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યા હતા. તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. કેટલાક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની અસર હવે નાણાંકીય વર્ષ ૨૦૧૯માં જોવા મળશે.એપ્રિલ-મે ૨૦૧૯માં સામાન્ય ચૂંટણી પણ યોજાનાર છે. ભાવિ રાજકીય ગતિવિધિની અસર પણ શેરબજાર ઉપર જોવા મળનાર છે.

Related posts

સપામાં પણ ફેરફાર કરાશે

aapnugujarat

અદાણીને મિનિટોની અંદર 52,000 કરોડનું નુકસાન

aapnugujarat

कश्मीर में अतिरिक्त सैनिकों की तैनाती पर महबूबा मुफ्ती ने उठाए सवाल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1