Aapnu Gujarat
મનોરંજન

હવે એન્જેલિના જોલી રિયલ એસ્ટેટ એજન્ટના પ્રેમમાં છે

હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી અને અનેક સામાજિક કાર્યો સાથે જોડાયેલી એન્જેલિના જોલી ફરી એકવાર પ્રેમમાં પડી હોવાના હેવાલ મળી રહયા છે. મળેલી માહિતી મુજબ જોલી હવે એક રિયલ એસ્ટેટ એજન્ટની સાથે પ્રેમમાં પડી છે. સુત્રોએકહ્યુ છે કે ૪૩ વર્ષીય જોલી પોતાના સંબંધને ખુબ ગુપ્ત રાખી રહી છે. તે પોતાની મિત્રને કહી ચુક્ી છે કે તે કોઇની સાથે ડેટ પર જવા માટે તૈયાર નથી. જો કે તે હવે ખુબ ખુબસુરત પરંતુ મોટી વયની વ્યક્તિના પ્રેમમાં છે. પ્રોફેશનની દ્રષ્ટિએ રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે છે. તે કોઇ સેલિબ્રિટી નથી. સાથે સાથે તે કોઇ રીતે હાઇ પ્રોફાઇલ પણ નથી. સુત્રોએ કહ્યુ છે કે જોલી અને બ્રાડ પીટ પણ પોતાના સંબંધના ગાળા દરમિયાન કોઇ વાત જાહેર કરતા ન હતા. જોલી બ્રાડ પીટ સાથે સંબંધ તુટી ગયા બાદ ખુબ મુશ્કેલ સ્થિતીમાં હતી. હવે સારો સમય ગાળવા માટે તે એક પુખ્ત વયની વ્યક્તિની સાથે નજરે પડી રહી છે. જોલી કહે છે કે તે લાઇફના મુશ્કેલ તબક્કામાંથી બહાર આવવા માટે મથામણ કરી રહી છે. બ્રાડ પીટ અને જોલીને ચાહકો ફરી સાથે જોવા માટે ઇચ્છુક છે. જો કે હવે આ બાબત ક્યારેય શક્ય બનનાર નથી. બ્રાડ પીટ અને જોલી વચ્ચેના સંબંધ હવે ખુબ ખરાબ થઇ ચુક્યા છે. હવે એક રૂમમાં બન્ને સાથે રહેવાની સ્થિતીમાં નથી.
બીજી બાજુ છુટાછેડાના ભાગરૂપે તેમની વચ્ચે બાળકોની કસ્ટડીને લઇને પણ હવે સમજુતી થઇ ચુકી છે. જેથી કોર્ટ મારફતે તેમની વચ્ચે બાળકોને લઇને સુવિધા કરવામાં આવી છે. કોઇ સમય બ્રાડ પીટ અને જોલીની જોડીને વિશ્વની સૌથી ખુબસુરત જોડી તરીકે ગણવામાં આવતી હતી. હવે તેમની વચ્ચે સંબંધનો અંત આવી ગયા બાદ સ્થિતી બદલાઇ ચુકી છે. તેમની વચ્ચે વિખવાદ હજુ રહેલા છે.

Related posts

SSR CASE : NCB ने ड्रग्स मामले में मिरांडा व शौविक से जुड़े शख्स को किया गिरफ्तार

editor

રિતિક રોશન વાણી કપુરની સાથે રોમાન્સ કરશે

aapnugujarat

મોહનિષ બહેલની પુત્રી પ્રનુતનની એન્ટ્રી થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1