Aapnu Gujarat
મનોરંજન

કંગના સાથે કામ કરવા માટે સુશાંત ખુબ ઇચ્છુક : રિપોર્ટ

સુશાંતસિંહ રાજપુત પોતાની ફેવરીટ સ્ટાર તરીકે કંગના રાણાવતને ગણે છે. તેની સાથે ફિલ્મ કરયવા માટે તે ખુબ ઉત્સુક છે. જો કે હાલમાં સુશાંતની ઇચ્છા પૂર્ણ થાય તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. ધોની ધ અનટોલ્ડ સ્ટોરી ફિલ્મની સફળતાથી ખુશખુશાળ થયેલા સુશાંત સિંહ રાજપુતે હવે કંગના રાણાવત સાથે કામ કરવા માટે ઇચ્છુા વ્યક્ત કરી છે. હાલમાં ચંદા મામા દુર કે ફિલ્મને લઇને નાસામાં ટ્રેનિંગ લઇ ચુકેલા સુશાંતનુ કહેવુ છે કે તે કંગના સાથે કામ કરવા આશાવાદી છે. સુશાંતસિંહે કહ્યુ છે કે તેની ફેવરીટ સ્ટાર તરીકે અનુષ્કા શર્મા છે. તે પીકેમાં તેની સાથે કામ કરી ચુક્યો છે. વર્ષ ૨૦૧૪માં રજૂ થયેલી ક્વીન ફિલ્મ મારફતે તે પોતાને ટોચની અભિનેત્રી હોવાની સાબિતી આપવામાં સફળ રહી હતી. તે હવે આવી જ મોટી ભૂમિકા અદા કરવા માટે તૈયાર છે. કંગના રાણાવતે હાલમાં પોતાની ભુમિકાના કારણે તમામ નિર્માતા નિર્દેશકોને આકર્ષિત કર્યા છે. રાણાવતનુ કહેવુ છે કે તે બોલિવૂડમાં ખુબ મજબુત રીતે આગળ વધવા માંગે છે. તે એવી ફિલ્મોમાં કામ કરવા માંગે છે જે ફિલ્મોને ચાહકો હંમેશા યાદ કરતા રહે. સિનેમાનો એક એવો હિસ્સો તે બનવા માંગે છે જેને ચાહકો ક્યારે પણ ભુલી ન શકે પોતાના પસંદગીના લોકો અંગે વાત કરતા કંગનાનું કહેવું છે કે બોલિવૂડમાં તે આમીર ખાનથી ખુબ જ પ્રભાવિત છે. આમીર ખાનની સાથે કંગના હજુસુધી કોઇ ફિલ્મ કરી શકી નથી. પરંતુ તે આમીર સાથે કામ કરવા ઇચ્છુક છે.
કંગનાની મિત્રતા સલમાન ખાન સાથે પણ જાણીતી રહી છે. તે સલમાન સાથે પણ ફિલ્મ કરનાર છે તેવી બાબતો સતત સપાટી પર આવતી રહી છે. પોતાના સ્વભાવના કારણે તે લોકપ્રિય છે. કંગના હાલમાં બે ફિલ્મમાં કામ કરી રહી છે. કંગના રાણાવત હાલમાં મણિકર્ણિકા ફિલ્મમાં કામ કરી રહી છે.

Related posts

જેએનયુ અને શાહિનબાગને સમર્થન આપનારા એક્ટર્સ પર ભડકી કંગના

editor

સેક્સી દિશા પટણી બાગી-૨ ફિલ્મમાં ટાઇગર સાથે દેખાશે

aapnugujarat

લંડનમાં આલિયા ભટ્ટના નામે કરણે રેસ્ટોરાંમાં ઘૂસવાનો કર્યો પ્રયાસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1