Aapnu Gujarat
બિઝનેસ

ગ્રાહકોને મોકલવામાં આવતા એસએમએસનો પણ ૧૫ રૂપિયા ચાર્જ વસુલે છે બેંક !

એસએમએસ અલર્ટ મોકલવા માટે વસૂલવામાં આવતા ચાર્જથી ગ્રાહકોના ખિસ્સામા તો બહુ ભાર નથી પડતો, પણ કેટલીય બેંકો માટે આ ફાયદાનો સોદો છે. ગ્રાહકો ઓછી લેવડ-દેવડ કરતા હોય છતાં તેમના પર ૧૫-૧૫ રૂપિયાનો ચાર્જ થોપવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે બેંકો તરફથી વસૂલવામાં આવતા આ ચાર્જીસ આરબીઆઇના નિર્દેશની વિરુદ્ધ છે.ગ્રાહકોના હિતની સુરક્ષા માટે બેંકિંગ ઇન્ડસ્ટ્રી પર નજર રાખતી એક સ્વતંત્ર સંસ્થા, બેંકિંગ કોડ્‌સ એંડ સ્ટેંડડ્‌ર્સ બોર્ડ ઑફ ઇન્ડિયાના એક સંશોધન મુજબ ૪૮માથી ૧૯ બેંક દરેક ક્વાર્ટરે પોતાના ગ્રાહકો પાસેથી એસએમએસના ૧૫ રૂપિયા વસૂલી લે છે, જ્યારે એક ગ્રાહકે ટેક્સ સહિત આ સેવા માટે ૧૭.૭ કરોડ રૂપિયા આપવા પડે છે.
નવેમ્બર ૨૦૧૩ના રોજ રજૂ કરેલા સર્ક્યુલરમાં રિઝર્વ બેંકે કહ્યું હતું કે, “બેંકો પાસે ઉપલબ્ધ ટેક્નિક અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સને જોતાં તેમણે ગ્રાહકોના વાસ્તવિક ઉપયોગના આધારે એસએમએસ અલર્ટ માટે ચાર્જ વસૂલવા જોઇએ.” ફ્રોડ રોકવા માટે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ તમામ ટ્રાન્ઝેક્શન પર એસએમએસ અલર્ટ મોકલવાનો આદેશ આપ્યો હતો.આરબીઆઇએ આ માટે બેંકોને વાસ્તવિક ઉપયોગના આધાર પર ચાર્જ લગાવવાનો નિર્દેશ પણ કર્યો હતો, પણ ભારતીય સ્ટેટ બેંક અને આઇસીઆઇસીઆઇ બેંક સહિતની મોટાભાગની બેંકો આ નિયમનું પાલન કરતી નથી.

Related posts

ICICI Bank earned Q1 standalone net profit of Rs 1,908 cr

aapnugujarat

જીએસટી દરોમાં ફેરફારની જરૂર છે : સ્થિર થવામાં સમય લાગી શકે

aapnugujarat

પેટ્રોલ-ડીઝલે વધાર્યો સપ્ટેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી દર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1