Aapnu Gujarat
મનોરંજન

‘રેડ’ અજયની ૮મી ૧૦૦ કરોડ કમાનારી ફિલ્મ

અજય દેવગનની ફિલ્મ ‘રેડ’ ધીરેધીરે ૧૦૦ કરોડની ક્લબ તરફ આગળ વધી રહી છે. રાની મુખર્જીની ફિલ્મ ‘હીચકી’ અને ટાઇગર શ્રોફની ‘બાગી-૨’ હોવા છતા અજયની ‘રેડ’ કમાણી કરી રહી છે. અજયની ફિલ્મ ‘રેડ’ ૯૮.૫૧ કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી છે અને તે આ વીકેન્ડમાં ૧૦૦ કરોડની કમાણી કરી લેશે તે નક્કી છે.
મહત્વની વાત એ છે કે ‘રેડ’ અજયની ૮મી ૧૦૦ કરોડ કમાનારી ફિલ્મ બનશે. આ સાથે ૧૦૦ કરોડ ક્લબમાં અજય દેવગન શાહરુખ ખાનથી આગળ નીકળશે. અત્યારે શાહરુખ ખાન અને અજય દેવગન ૭-૭ ફિલ્મો સાથે નંબર ૩ પર છે.‘રેડ’ ફિલ્મ ૧૦૦ કરોડની કમાણી કરતા જ અજય દેવગન અક્ષય કુમાર સાથે બીજા નંબર પર આવી જશે. જોવાનું રહેશે કે ૨૦૧૮માં શું શાહરુખ કોઇ ખાસ કમાલ કરશે, કે ટોપ ૩ની લિસ્ટ માંથી બહાર જશે. ૧૦૦ કરોડની ક્લબમાં સલમાન ખાન પ્રથમ નંબરે છે. સલમાનની દરેક ફિલ્મે ૨૦૧૦ પછી ૧૦૦ કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. ૮ ફિલ્મો સાથે અક્ષય કુમાર બીજા નંબરે છે. તો અજય દેવગન અને શાહરુખ ખાન નંબર ૩ પર છે. બંનેની ૭-૭ ફિલ્મોએ ૧૦૦ કરોડનો બિઝનેસ કર્યો છે. આમિર ખાનની ૫ ફિલ્મોએ ૧૦૦ કરોડનો આંકડો પાર કર્યો છે અને તે પાંચમાં નંબરે છે. ત્યારબાદ ઋતિક રોશનનો સમાવેશ થાય છે. તેની ૪ ફિલ્મોએ ૧૦૦ કરોડનો આંકડો પાર કર્યો છે. તો વરુણ ધવન પણ ૪ ફિલ્મો સાથે ૧૦૦ કરોડની કલ્બમાં સામેલ છે.તાજેતરમાં રિલીઝ થયેલી ટાઇગર શ્રોફ અને દિશા પટનીની ફિલ્મ ‘બાગી-૨’એ ૧૦૦ કરોડનો આંકડો પાર કર્યો છે. ‘બાગી-૨’ ૨૦૧૮ની ત્રીજી એવી ફિલ્મ છે જેણે ૧૦૦ કરોડથી વધુની કમાણી કરી છે. ‘બાગી-૨’ એ ૬ દિવસમાં ૧૦૪.૯૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

Related posts

प्रमोशन से बचने के लिए बीमार होने का नाटक करता हूं : टाइगर

aapnugujarat

पेशेवर हैं सारा : वरुण

aapnugujarat

ઇશા ફિલ્મો મેળવવા હજુ સંઘર્ષ કરે છે : હેવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1