Aapnu Gujarat
શિક્ષણ

વર્ક ઓર્ડર રકમ નહી ચૂકવાતાં દક્ષિણ ગુજરાત યુનિ સામે રિટ

નાસા કન્વેન્શન કાર્યક્રમની ઉજવણી દરમ્યાન અપાયેલા વર્ક ઓર્ડરના પેમેન્ટની બાકી રકમ ચૂકવવામાં ગલ્લાં તલ્લાં કરનાર દક્ષિણ ગુજરાતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી વિરૂધ્ધ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટ અરજીની સુનાવણીમાં હાઇકોર્ટે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, યુનિવર્સિટીના રજિસ્ટ્રાર, ઇન્સ્ટીટયુટ ઓફ આર્કિટેક્ચરના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ, પ્રિન્સીપાલ અને ડાયરેકટર વિરૂધ્ધ કારણદર્શક નોટિસો જારી કરી છે અને કેસની વધુ સુનાવણી તા.૮મી એપ્રિલના રોજ મુકરર કરી છે. સુરતની સ્પાર્ક ૯૯ ઇવેન્ટ મેનેજમેન્ટના વિજય રમેશભાઇ ચૌહાણ તરફથી ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી રિટ અરજીમાં એડવોકેટ નિમિષ એમ.કાપડિયાએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અને ગીજુભાઇ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ આર્કિટેક્ચરે ભેગા મળી સંયુકત ઉપક્રમે નેશનલ લેવલનો નાસા કન્વેન્શનનો કાર્યક્રમ ઉજવ્યો હતો. જેમાં અરજદારપક્ષને ફુડ અને કેટરીંગ સર્વિસ માટે રૂ.૪૬.૫૫ લાખનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો પરંતુ યુનિવર્સિટી અને ઇન્સ્ટીટયુટ તરફથી અરજદારને માત્ર રૂ.૩૦ લાખની રકમ જ ચૂકવાઇ હતી અને બાકીની રકમ આજદિન સુધી ચૂકવવામાં ગલ્લાંતલ્લાં કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર મામલે અરજદારે યુનિવર્સિટીના કુલપતિ અને ડિપાર્ટમેન્ટને વાંરવાર રજૂઆતો કરવા છતાં કોઇ જ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. છેવટે અરજદારે પોતાની મહેનત અને હક્કની રકમ મેળવવા માટે લીગલ નોટિસ આપી હતી પરંતુ યુનિવર્સિટી તરફથી કોઇ જ પ્રતિસાદ અપાયો ન હતો. દરમ્યાન યુનિવર્સિટીએ આ સમગ્ર મામલો તપાસ સમિતિને સોંપ્યો હતો. ગત તા.૭-૧૦-૧૬ના સિન્ડીકેટના ઠરાવમાં તાત્કાલિક પક્ષકારો સાથે ચર્ચા કરી બાકીની રકમના ૫૦ ટકા રકમ ચૂકવી આપવાનું ઠરાવાયું હોવાછતાં કુલપતિ દ્વારા કોઇપણ પ્રકારની સત્તા વિના આ ઠરાવનો પણ અમલ કરાયો નથી અને આજદિન સુધી અરજદારને તેમને મળવાપાત્ર રકમ ચૂકવાઇ નથી. આ સંજોગોમાં અરજદારને હાઇકોર્ટમાં આ રિટ અરજી કરવાની ફરજ પડી છે. અરજદારપક્ષ તરફથી યુનિવર્સિટી સત્તાધીશો અને ઇન્સ્ટીટયુટ પાસેથી તેમને લેવાની નીકળતી બાકીની રકમ વ્યાજ સાથે પરત અપાવવા અરજીમાં દાદ માંગવામાં આવી હતી. આ રજૂઆત સાંભળ્યા બાદ હાઇકોર્ટે ઉપરમુજબ નોટિસો જારી કરી કેસની વધુ સુનાવણી તા.૮મી એપ્રિલના રોજ મુકરર કરી હતી.

Related posts

ધોરણ ૯ થી ૧૧ ના વર્ગો ૨૬ જુલાઈથી શરૂ કરાશે

editor

રાજ્યભરમાં આઠમાં ગુણોત્સવ અભિયાનની વિધિવત શરૂઆત

aapnugujarat

અમદાવાદ ઝોનની વધુ ૩૩ શાળાની પ્રોવીઝનલ ફી જાહેર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1