Aapnu Gujarat
રાષ્ટ્રીય

૨૦૧૭માં નોર્મલ કરતા ઓછો વરસાદ થયો હતો

વર્ષ ૨૦૧૭માં દક્ષિણ પશ્ચિમ મોનસુનની સિઝનમાં નોર્મલ કરતા ઓછો વરસાદ રહ્યો હતો. લોંગ પિરિયડ એવરેજના ૯૫ ટકાની આસપાસ વરસાદ થયો હતો. ભારતીય હવામાન વિભાગે એલપીએના ૯૮ ટકા સુધીના નોર્મલ વરસાદની આગાહી કરી હતી જેમાં ચાર ટકાની આસપાસ પ્લસ માઇનસની વાત પણ કરવામાં આવી છે જ્યારે સ્કાયમેટે ૨૦૧૭માં મોનસુન સિઝન દરમિયાન સામાન્ય કરતા ઓછા વરસાદની વાત કરી હતી. ગયા વર્ષે મોનસુની સિઝનની શરૂઆત જૂન અને જુલાઈ મહિનામાં સ્થિરરીતે થઇ હતી. ઓગસ્ટ મહિનામાં બ્રેકની સ્થિતિ રહી હતી. સપ્ટેમ્બર મહિનામાં પણ આવી જ સ્થિતિ રહી હતી જેથી કુલ સિઝનલ વરસાદનો આંકડો ઘટી ગયો હતો. દક્ષિણ પશ્ચિમ મોનસુનની ૨૦૧૭ની સિઝનમાં દેશમાં ૨૧૬ જિલ્લામાં ઓછો વરસાદ રહ્યો હતો પરંતુ છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકારોએ બાવન જિલ્લાઓમાં ૨૭૦ તહસીલમાં સત્તાવારરીતે દુષ્કાળની જાહેરાત કરી હતી દીધી હતી. એકંદરે ૧૧૦ અબજ રૂપિયાની નાણાંકીય મદદની માંગ કરવામાં આવી હતી.

Related posts

હું જ્યારે અદાણી અંગે બોલતો હતો ત્યારે મોદીના હાથ ધ્રુજતા હતા : RAHUL GANDHI

aapnugujarat

किसान मानधन योजना 12 सितंबर को होगी लांच

aapnugujarat

વિજય માલ્યાને ૨૭ ઓગસ્ટે હાજર થવાનો હુકમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1