Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ઈડીએ રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર સુબ્બારાવને પૂછપરછ માટે બોલાવ્યા

ઈડીએ રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર ડી સુબ્બારાવને ૧૪ થી ૧૫ એપ્રિલ વચ્ચે રજૂ થવા જણાવ્યું છે. તેમણે વર્ષ ૨૦૦૮માં આઇએનએકસ મીડિયા સાથે જોડાયેલી કેટલીક જાણકારી પ્રાપ્ત કરવા માટે બોલાવ્યા છે.આ પ્રસ્તાવને નાણા મંત્રાલય પાસેથી મળેલી મંજૂરીમાં કથિત રીતે થયેલી ધાંધલીની તપાસ સીબીઆઈ અને ઈડી કરી રહી છે. સુબ્બારાવ વર્ષ ૨૦૦૮માં આરબીઆઈના ગવર્નર બન્યા પહેલા ફાઈનાન્સ સેક્રેટરી હતા. ઈડીએ આ જ સંબંધમાં તેમને તપાસમાં સમાવિષ્ટ થવા માટે જણાવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઈડીએ થોડા સમય પહેલા કેટલાક નોકરશાહો સાથે પૂછતાછ કરી કે જેઓ એ સમયે એફઆઇપીબીના સભ્ય હતા, જ્યારે આ પ્રસ્તાવ પાસ થયો. જો કે અત્યારે આ બોર્ડને બંધ કરી દેવામાં આવ્યું છે. એજન્સી આરોપની તપાસ કરી રહી છે કે તત્કાલીન નાણાપ્રધાન પી ચિદમ્બરમના દિકરા કાર્તી ચિદમ્બરમે બોર્ડના નિર્ણયને પ્રભાવિત કર્યો હતો, જો કે તેમણે આનાથી ઈનકાર કરી દીધો છે.
સીબીઆઈએ ગત વર્ષે જ સુબ્બારાવની પુછપરછ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સુબ્બારાવનું નિવેદન આ મામલાની તપાસ માટે ખૂબ મહત્વનું છે. તેમના નિવેદનના આધારે જ એજન્સી તેમને સબુત બનાવી શકે છે. એફઆઇપીબીના પૂર્વ સદસ્યોનું માનીએ તો આઈએનએક્સ મીડિયાના પ્રસ્તાવ પર તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. તેમણે એજન્સીને જણાવ્યું કે જ્યારે તેમણે પ્રસ્તાવને મંજૂર કર્યો હતો, તો તેમની પાસે તમામ તથ્યો નહોતા. ઈડીએ થોડા સમય પહેલા જ કેટલાક જૂનિયર અધિકારી સાથે પણ પૂછપરછ કરી જે આઈએનએક્સ મીડિયાના પ્રસ્તાવને તૈયાર કરવામાં સમાવિષ્ટ હતા.

Related posts

वित्त मंत्री सीतारमण ने दिया रीपो रेट में कटौती का संकेत

aapnugujarat

असम से उत्तराखंड तक आसमानी आफत, लाखों लोग बाढ़ में घिरे

aapnugujarat

FPI દ્વારા ૮ સેશનમાં ૮૫૦૦ કરોડ ઠલવાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1